New Delhi News: નેપાળમાં વિનાશક પૂરની વચ્ચે 63 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. વિદેશ મંત્રાલયે (Indian Citizens) અંગે માહિતી આપતા જણાવ્યું કે આ તમામ લોકો નેપાળના ત્રિશૂલી-1 પ્રોજેક્ટમાં કામ કરતા હતા.
નેપાળ પૂરમાં Indian Citizensને સુરક્ષિત બચાવાયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે ત્રિશૂલી-1 પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 63 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મંત્રાલયે બચાવાયેલા તમામ લોકોના નામોની યાદી પણ જાહેર કરી છે.

નેપાળ (Nepal Flood)માં બુધવારે અચાનક આવેલા વિનાશક પૂરે મોટા પાયે તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં લોકો ફસાયા છે અને મોટી સંખ્યામાં લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. આવી સ્થિતિ વચ્ચે ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે.
ભારતે નેપાળ માટે મોકલી 47.5 ટન રાહત સામગ્રી
ભારતે નેપાળમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી (Rescue Operation)માં મદદ માટે બે વિમાનો મારફતે કુલ 47.5 ટન રાહત સામગ્રી (47.5 tons of relief materials)મોકલી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, એક C-130J વિમાનમાં 10 ટન સામગ્રી મોકલવામાં આવી હતી. તેમાં કામચલાઉ આશ્રય, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ અને દવાઓનો સમાવેશ થાય છે.
ત્યારબાદ C-17 વિમાન મારફતે 37.5 ટન સામગ્રી મોકલવામાં આવી હતી. તેમાં ટેન્ટ, ધાબળા, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, પાણી કાઢવાના પંપ, કિચન સેટ, જનરેટર, દવાઓ અને ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
નેપાળમાં રાહત માટે ભારત વધુ મદદ કરશે
ભારત દ્વારા નેપાળમાં રાહત કામગીરી માટે બેઇલી બ્રિજ પણ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે જરૂરિયાત મુજબ આગળની મદદ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. ભારતે નવી દિલ્હીમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ નેપાળમાં ફસાયેલા ભારતીયો અને તેમના પરિવારજનો સાથે સંકલન કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત કાઠમંડુ અને બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસોમાં પણ 24 કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લોકોના રાજ્યોની સરકારો સાથે પણ કેન્દ્ર દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
નેપાળમાં પૂરની તબાહીમાં 270 લોકોનાં મોત
ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરે નેપાળના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું છે. નેપાળ પોલીસના જણાવ્યા મુજબ પૂર અને કાટમાળના કારણે મૃત્યુઆંક 270 સુધી પહોંચ્યો છે. ચિતવન જિલ્લામાં સૌથી વધુ 108 મૃતદેહ મળી આવ્યા હોવાનું જણાવાયું છે. નવાલપરાસી ઈસ્ટમાંથી 62, ધાદિંગમાંથી 27 અને રસુવામાંથી 17 મૃતદેહ મળ્યા છે.
નેપાળ સરકારના જણાવ્યા પ્રમાણે રહેણાંક વિસ્તારો ઉપરાંત હાઇડ્રોપાવર પ્રોજેક્ટ, કસ્ટમ્સ ઓફિસ અને વીજળીના માળખાને પણ નુકસાન થયું છે. 800થી વધુ લોકોનો હજુ સંપર્ક થઈ રહ્યો નથી. બચાવ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે.
આ પણ વાંચો:નેપાળના જળપ્રલયે તાજી કરી કેદારનાથની યાદ, બન્ને દુર્ઘટનામાં ગ્લેશિયરનું કનેક્શન?
આ પણ વાંચો:કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો
આ પણ વાંચો:નેપાળ પૂરમાં ફસાયેલા ગીર સોમનાથના નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર, આ નંબર પર કરો સંપર્ક
