Not Set/ દેશમાં પહેલીવાર Googleમાં નોંધાયેલા એડ્રેસ અને IDથી થશે મતદારોની ઓળખ

પહેલીવાર દિલ્હી ચૂંટણીપંચ મતદાતાઓને Google સાથે જોડવામાં આવી રહ્યું છે. Googleમાં તેમનું નામ અને એડ્રેસ તમામ નોંધાયેલું જોવા મળશે. દેશમાં પહેલીવાર દિલ્હીમાં આની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને રાજધાનીના 5 વિધાનસભા ક્ષેત્રોમાં જેમકે પટપડગંજ, રોહિણી, બાદલી, મટિયામહેલ અને માલવીય નગરમાં શરૂ કરવામાં આવ્યું છે અને તેને 30 નવેમ્બર સુધી પૂરું કરવાનું […]

Uncategorized

પહેલીવાર દિલ્હી ચૂંટણીપંચ મતદાતાઓને Google સાથે જોડવામાં આવી રહ્યું છે. Googleમાં તેમનું નામ અને એડ્રેસ તમામ નોંધાયેલું જોવા મળશે. દેશમાં પહેલીવાર દિલ્હીમાં આની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને રાજધાનીના 5 વિધાનસભા ક્ષેત્રોમાં જેમકે પટપડગંજ, રોહિણી, બાદલી, મટિયામહેલ અને માલવીય નગરમાં શરૂ કરવામાં આવ્યું છે અને તેને 30 નવેમ્બર સુધી પૂરું કરવાનું ટાર્ગેટ પણ રાખવામાં આવ્યું છે.

Google સાથે મતદાતાઓને જોડવા વિષે એસડીએમ (ઇલેક્શન) સંદીપ દત્તા જણાવે છે કે મતદાતાનું નામ અને આખું એડ્રેસ, પોસ્ટ ઓફિસ, ઘરની પાસેનું લેન્ડમાર્ક Google સાથે અટેચ કરવામાં આવશે. તેમાં મતદાતાઓનું ઘર કેટલા અક્ષાંશ અને રેખાંશ પર છે તેની પણ માહિતી હશે. પાંચ વિધાનસભા ક્ષેત્રો પછી દિલ્હીમાં બીજી જગ્યાઓએ પણ આ સુવિધાને શરૂ કરવામાં આવશે. તમને જણાવા માંગશું કે હવે ઘર બેઠા જ વોટર લિસ્ટમાં તમે જોડાઈ શકો છો. જો તમે ઘરના કોઇ સભ્યનું નામ વોટર લિસ્ટમાં નોંધાવવા માંગો છો તો હવે તમારે ચૂંટણીપંચની ઓફિસે જવાની જરૂર નહીં પડે. BLO (બૂથ લેવલ ઓફિસર) તમારા ઘરે આવશે અને ત્યાંજ તમારા ફેમિલિ મેમ્બર્સનું નામ વોટર લિસ્ટમાં જોડી દેશે. આ પ્રક્રિયા પણ દેશમાં પહેલીવાર દિલ્હીમાં શરૂ કરવામાં આવી રહી છે.