સુરત:
સુરતના નવાગામ ડિંડોલી ખાતે એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાની ઘટના સામે આવી છે.. ડિંડોલીની જ્ઞાન ભારતી હિન્દી વિદ્યાલયમાં કર્મચારીની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે..ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ઘરતા જાણવા મળ્યું છે કે મૃતકનું નામ અર્જુન છે અને તે ગણપતિધામ નગર નવાગામ ડિંડોલી ખાતે રહે છે તેમજ જ્ઞાન ભારતી સ્કુલમાં સાફ સફાઈનું કામ કરે છે..ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
