Not Set/ ત્રિપલ તલાક મુદ્દે મોદી સરકારે લીધુ એક મોટુ પગલું

ત્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટે આપેલા બેન હવે કેન્દ્રની મોદી સરકારે એક મોટુ પગલુ ભર્યુ છે. મોદી સરકારે ત્રિપલ તલાકના વિરુદ્ઘમાં કડક નિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે સંસદના શિયાળુ સત્રમાં ત્રિપલ તલાક સામે બિલ લવાશે. નોંધણીય છે કે 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક ઉપર બેન લગાવ્યો હતો. શાયરા બાનુ મામલે સુનાવણી કરતાં […]

India

ત્રિપલ તલાક મામલે સુપ્રીમ કોર્ટે આપેલા બેન હવે કેન્દ્રની મોદી સરકારે એક મોટુ પગલુ ભર્યુ છે. મોદી સરકારે ત્રિપલ તલાકના વિરુદ્ઘમાં કડક નિયમ બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે સંસદના શિયાળુ સત્રમાં ત્રિપલ તલાક સામે બિલ લવાશે.

નોંધણીય છે કે 22 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાક ઉપર બેન લગાવ્યો હતો. શાયરા બાનુ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે એક જ ટાઇમે એક સાથે ત્રિપલ તલાક સામે નિર્ણય આપ્યો હતો.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના ત્રિપલ તલાકના વિરુદ્ઘમાં આપેલા નિર્ણયને વધુ પ્રભાવિત કરવા માટે કેન્દ્ર સરકારે આ મામલે આગળ વધી રહી છે. સરકાર ત્રિપલ તલાક વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જો કે સરકાર વર્તમાન દંડની જોગવાઇઓમાં સુધારો કરવાનું વિચારી રહી છે. જેની હેઠળ કોઇ વ્યક્તિ ત્રિપલ તલાક આપશે તો તે ગુનો ગણાશે.