ચૂંટણી ભલે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હોય પણ રાજકીય ગરમાવો બિહારમાં જોવા મળી રહ્યો છે જ્યાં નેતાઓ હાથ તોડી નાખવાની, હાથ કાપી નાખવાની અને ઘરમાં ઘુસીને માર મારવા જેવા હીન કક્ષાના નિવેદનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારમાં આરોગ્ય મંત્રીપદે રહી ચુકેલા તેજપ્રતાપ યાદવનું હવે આરોગ્ય બગડયું લાગે છે. ઔરંગાબાદમાં એક કાર્યક્રમ દરમ્યાન તેમણે બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીના ઘરમાં ઘુસીને તોડફોડ કરવાની અને તેમને માર મારવાની ધમકી ઉચ્ચારી છે. એમની પહેલા સોમવારે બિહાર ભાજપના પ્રમુખ અને ઉજિયારપુરના સંસદસભ્ય એવા નિત્યાનંદ રાયે પટનામાં એક કાર્યક્રમ દરમ્યાન વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આંગણી ઉઠાવનારના હાથ તોડી નાખવાની અને જરૂર પડી તો હાથ કાપી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આમ બિહારમાં એક જ સપ્તાહની અંદર આ બીજો એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉચ્ચ કક્ષાના નેતાઓએ નિમ્નસ્તરના શબ્દો વાપર્યા છે. નિત્યાનંદે વિવાદ વકર્યા પછી પોતાના શબ્દો પાછા ખેંચી લીધા હતા અને માફી પણ માંગી લીધી હતી. જ્યારે તેજપ્રતાપના નિવેદન પર જેડીયુ તરફથી પણ પલટવાર કરવામાં આવ્યુ છે.જેડીયુના એક પ્રવક્તાએ કહ્યુ કે તેજપ્રતાપ ઘરમાં ઘુસી બતાવે, તેજપ્રતાપને તેમની ઓકાત બતાવી દેવાશે. જ્યારે બીજા પ્રવક્તાએ તો ત્યાં સુધી સંભળાવી દીધું છે કે અમે પણ ચુડીઓ પહેરીને નથી બેઠા. આમ નેતાઓની ઉગ્ર વાણીથી ભર શિયાળામાં પણ બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
Not Set/
ઉચ્ચ કક્ષાના નેતાઓનુ નિમ્નસ્તરનુ નિવેદન-બિહારના નેતાઓનો બફાટ
ચૂંટણી ભલે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં હોય પણ રાજકીય ગરમાવો બિહારમાં જોવા મળી રહ્યો છે જ્યાં નેતાઓ હાથ તોડી નાખવાની, હાથ કાપી નાખવાની અને ઘરમાં ઘુસીને માર મારવા જેવા હીન કક્ષાના નિવેદનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને બિહારમાં આરોગ્ય મંત્રીપદે રહી ચુકેલા તેજપ્રતાપ યાદવનું હવે આરોગ્ય બગડયું લાગે છે. ઔરંગાબાદમાં […]
