પાદરા,
ગુજરાતમાં ચૂંટણી રંગ લાવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. ફરી એક વખત પાદરામાં દિનુમામાનો વિરોધ કરવામાં આવ્યો છે. પાદરાના ડબકા ગામના ખેડૂતોને પ્રાથમિક સુવિધાનો લાભ ન મળતાં રોષે ભરાયા હતા અને ધારાસભ્ય દિનુમામાનો વિરોધ કરીને તેમના પૂતળાનું દહન કર્યું હતું. તેમજ દિનુમામા વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઉપરાંત ટૂંક સમયમાં પ્રાથમિક જરૂરિયાત નહીં સંતોષાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મહત્વનું છે કે પાદારા તાલુકાના દરેક ગામમાં ઠેર-ઠેર દિનુમામાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે પાદરા વિધાનસભામાં જીત મેળવવા માટે ભાજપ મુશ્કેલીમાં મુકાઇ છે.
