Not Set/ કોંગ્રેસમાં આંતરિક ભડકો, જાણો કયા આગેવાનોએ આપ્યા રાજીનામાં અને થયું વિરોધ પ્રદર્શન

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા નવા નવા સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. દિન પ્રતિદિન ચુંટણીમાં ટિકિટની મથામણને લઇ તમામ પાર્ટીઓમાં અવ નવા વળાંક આવી રહ્યા છે તેમજ કાર્યકરોમાં નારાજગીની બાબતે અશંતોષ વ્યાપી રહ્યો છે. ટિકિટની વહેચણી બાદ પણ નારાજ કાર્યકર્તાઓ રાજીનામાં આપી રહ્યા છે ત્યારે કેટલાક […]

Top Stories

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા નવા નવા સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. દિન પ્રતિદિન ચુંટણીમાં ટિકિટની મથામણને લઇ તમામ પાર્ટીઓમાં અવ નવા વળાંક આવી રહ્યા છે તેમજ કાર્યકરોમાં નારાજગીની બાબતે અશંતોષ વ્યાપી રહ્યો છે. ટિકિટની વહેચણી બાદ પણ નારાજ કાર્યકર્તાઓ રાજીનામાં આપી રહ્યા છે ત્યારે કેટલાક પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારી પત્રક ભરવાના છેલ્લા દિવસ સુધી પણ આ જ પ્રકારે વ્યાપક પ્રમાણમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક શીર્ષ આગેવાનોએ રાજીનામાં ધર્યા છે ત્યારે કેટલાક નેતાઓએ ભાજપનો પણ ખેસ ધારણ કર્યો છે.

  • મહેસાણામાં નારાજ કોંગ્રેસના નેતા રેખા ચૌધરીએ અચાનક રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
  • છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરી રહેલા વરિષ્ટ નેતા ધીરજ શિંગાળાએ વિધાનસભાની ચુંટણીમા પક્ષ સમક્ષ જસદણ બેઠક માટે દાવેદારી નોધાવી હતી પણ ટિકિટ ન મળતા તેઓએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
  • બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીમાં થઇ રહેલા આંતરિક ભડકાને ડામવા માટે પક્ષે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવાને બદલે ૫૦ થી વધુ ઉમેદવારોને ફોન પર જ મેન્ડેટ આપી દીધો છે.
  • કોંગ્રેસ પાર્ટીમાં ટીવી ચહેરો તરીકે ઉભરેલા પૂજા પ્રજાપતિએ રાજીનામું આપી દીધું છે.
  • અમદાવાદ શહેર કોંગેસમાંથી રાજુ મોતી અને રાજેશ બ્રમભટ્ટે પણ રાજીનામું આપ્યું છે.
  • દિયોદરમાં શિવાભાઈ ભૂરિયાને ઉમેદવાર જાહેર કરાતા ઠાકોરસેનામાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
  • જમાલપુર સીટ પર ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવતા સાબીર કબીલ્વાલા પક્ષથી નારાજ જણાઈ રહ્યા છે ત્યારે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરી શકે છે.
  • સાબરકાંઠાની હિંમતનગર બેઠક પર કમલેશ પટેલને કોંગેસે ટિકિટ ફાળવતા કોંગી કાર્યકરો રોષે ભરાયા હતા અને કમલેશ પટેલના પુતળાનું દહન કરી વિરોધ કર્યો હતો.
  • ગાંધીનગરના સેક્ટર ૨૨ માં કોંગ્રેસની ટિકિટ ફાડવાની મામલે કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય સામે હંગામો કર્યો હતો. તેમજ રોષે ભરાયેલા કાર્યકરોએ અશોક ગહેલોતના પુતળાનું દહન કર્યું હતું.