Not Set/ ગાંધીનગરમાં અધિક નિયામક કલેકટરની પ્રેસ કોન્ફરન્સ-જુઓ શુ માહિતી આપવામાં આવી

ગાંધીનગરમાં અધિક નિયામક કલેકટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં કલેકટરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સૂચના મુજબ તા.13, 14ના રોજ એમસીએમસીની મંજૂરી વગર સમાચાર પત્રોમાં કોઇ પક્ષોની જાહેરાત છાપી નહીં શકાય. ગાંધીનગરની 5 બેઠકમાં 4.14 લાખ કુટુંબોને વોટર્સ ગાઇડ તથા 11.75 લાખ મતદારોને સ્લિપનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમા જણાવ્યું હતું કે 5 બેઠક માટે 1342 […]

Gujarat

ગાંધીનગરમાં અધિક નિયામક કલેકટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં કલેકટરે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સૂચના મુજબ તા.13, 14ના રોજ એમસીએમસીની મંજૂરી વગર સમાચાર પત્રોમાં કોઇ પક્ષોની જાહેરાત છાપી નહીં શકાય.

ગાંધીનગરની 5 બેઠકમાં 4.14 લાખ કુટુંબોને વોટર્સ ગાઇડ તથા 11.75 લાખ મતદારોને સ્લિપનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમા જણાવ્યું હતું કે 5 બેઠક માટે 1342 મતદાન મથકો ખાતે 3836 પોલિંગ સ્ટાફ તથા 1342 મહિલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. તેમજ 18 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે સેકટર 15માં સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 14 પ્લસ એક ટેબલની સંખ્યા દ્વારા 5 હોલમાં મતગણતરી હાથ ધરાશે.