Not Set/ જાણો, રાજકીય પક્ષોના ઉમેદવારોએ જાહેર કરેલ સંપત્તિની વિગત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારોએ નોમિનેશન દરમિયાન દર્શાવેલી વિગતોને અનુલક્ષીને ADR ( એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના કુલ ૮૨૨ ઉમેદવારોની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી હતી. ADR રીપોર્ટ મુજબ રાજકીય પાર્ટીઓના કરોડપતિ ઉમેદવારો,  બીજેપીના […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારોએ નોમિનેશન દરમિયાન દર્શાવેલી વિગતોને અનુલક્ષીને ADR ( એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબક્કાના કુલ ૮૨૨ ઉમેદવારોની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી હતી.

ADR રીપોર્ટ મુજબ રાજકીય પાર્ટીઓના કરોડપતિ ઉમેદવારો, 

  • બીજેપીના ૮૬ માંથી ૬૬ (૭૭ %) ઉમેદવારો
  • કોંગ્રેસના ૮૮ માંથી ૬૭ (૭૬ %) ઉમેદવારો
  • એનસીપીના ૨૭ માંથી ૧૦ (૩૭ %) ઉમેદવારો
  • આપના ૭ માંથી ૫ (૭૧ %) ઉમેદવારો
  • બીએસપીના ૭૪ માંથી ૩ (૪%)
  • અપક્ષના ૩૪૪ માંથી ૩૧ (૯%)

આ ઉમેદવારોએ તેમની કુલ સંપત્તિ જાહેર કરી છે :

વિધાનસભાની વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ૯૭,૩૨,૫૯,૦૭૯ ની સંપત્તિ, ઘાટલોડિયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલ ૫૪,૧૧,૭૭,૫૧૩ રૂપિયાની સંપત્તિ જયારે ધાનેરા સીટ પરથી ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ ૭૪,૫૮,૮૦,૪૫૦ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

રાજકીય પાર્ટીઓના સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારો : 

અમદાવાદની સાબરમતી સીટ પરથી ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીના ઉમેદવાર રક્ષાબેન સોલંકી માત્ર ૭૦૦ રૂપિયા, વટવાના ઉમેદવાર રાજેશ મોરે ૨૫૦૦ રૂપિયાની સંપત્તિ ધરાવે છે જયારે નારણપુરા સીટ પરથી અપક્ષના ઉમેદવાર રસિકભાઈ પરમાર ૫૦૦૦ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.  સાથે સાથે આ ઉમેદવારો માંથી નારણપુરા અને સાબરમતીના ઉમેદવારોએ તેમની પાનકાર્ડની વિગત પણ જાહેર કરી નથી.