Not Set/ ઉનાની દર્દનાક ઘટના પર વડાપ્રધાન ચુપ કેમ છે ?, રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યો ૧૪મો સવાલ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર લગાવવામાં આવતા આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ પહોચ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાત રાજ્યના વિકાસ અને ચુંટણીને લઇ પીએમ મોદીને દરરોજ એક પ્રશ્ન પૂછી રહ્યા છે. મંગળવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૪ મો સવાલ પૂછ્યો હતો. રાહુલ ગાંધીએ ઉનાની ઘટના અંગે પીએમ મોદી પર […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર લગાવવામાં આવતા આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ પહોચ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાત રાજ્યના વિકાસ અને ચુંટણીને લઇ પીએમ મોદીને દરરોજ એક પ્રશ્ન પૂછી રહ્યા છે.

મંગળવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૪ મો સવાલ પૂછ્યો હતો. રાહુલ ગાંધીએ ઉનાની ઘટના અંગે પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું, “ઉનાની દર્દનાક ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચુપ કેમ છે ?”. આ ઘટનાની જવાબદારી કોણ લેશે. દેશમાં દલિતો માટે કાયદા તો બહુ બનાવવામાં આવ્યા છે પરંતુ આ કાયદાને યોગ્ય અંજામ કોણ આપશે ?.