Not Set/ ગુજરાતમાં ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ, મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૮૨ સીટ માંથી ૯૯ મેળવી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ છેલ્લા ૨૨ વર્ષમાં આ સૌથી નબળું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વાર સત્તા બનાવવા જઈ રહેલી ભાજપ માટે હાલ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે. એક બાજુ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના નામોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૮૨ સીટ માંથી ૯૯ મેળવી ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ છેલ્લા ૨૨ વર્ષમાં આ સૌથી નબળું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વાર સત્તા બનાવવા જઈ રહેલી ભાજપ માટે હાલ સમીક્ષાનો દોર ચાલી રહ્યો છે.

એક બાજુ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના નામોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, લોકસભાની ચુંટણી પહેલા પ્રદેશ અને જીલ્લા સંગઠનને મજબુત બનાવવાના ઉદ્દેશથી ભાજપમાં મોટા પાયે ફેરફાર થઇ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સરકારમાં સ્થાન મળી શકે છે. જેના કારણે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરવામાં આવશે. ભાજપ હાઈકમાન્ડ અત્યારે પ્રમુખ પદ માટે પાટીદાર નેતાની જગ્યાએ એવા ઓબીસી નેતાની વરણી કરવા માંગે છે. જે ઓબીસી સમાજની મોટાભાગની જ્ઞાતિઓ પર પોતાની પકડ ધરાવતો હોય. ઉપરાંત સંગઠન પર પણ પોતાનો પ્રભાવ છોડી શકે. ત્યારે આ નામ માટે હાલ શંકરભાઈ ચૌધરીનુ નામ સૌથી મોખરે ચર્ચાઈ રહ્યુ છે. તેઓ તાજેતરમાં વાવ વિધાનસભા બેઠક પરથી ચુંટણી હાર્યા હતા. જોકે પ્રદેશ સંગઠન પર તેમની મજબુત પકડ છે. આ ઉપરાંત પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઓબીસી જ્ઞાતિઓમાં તેઓ વર્ચસ્વ પણ ધરાવે છે.