મહાત્મા ગાંધીની હત્યા મામલે હવે બીજીવાર તપાસ નહી કરવામાં આવે, મહાત્મા ગાંધીની હત્યામાં નથુરામ ગોડસે સિવાય કોઈ અન્ય વ્યક્તિ પણ સામેલ હતી તેવી પીટીશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. તે પછી સુપ્રીમ કોર્ટે સીનીયર એડવોકેટ અમેન્દ્ર સરનને મહાત્મા ગાંધીના હત્યાના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવા આદેશો કર્યા હતાં.
સુપ્રીમ કોર્ટના જરૂરી કાગળોના પુરાવાની તપાસ કરતાં વકીલ અમરેન્દ્ર સરને કોર્ટમાં જાણકારી આપી હતી કે, ગાંધી બાપુની હત્યા કરવાવાળા નાથુરામ ગોડસે સિવાય કોઈ બીજા વ્યક્તિના પુરાવા નથી મળ્યાં. હવે ગાંધીજીની હત્યા મામલે ફરી તપાસ નહી કરવામાં આવે.
વકીલ અમેન્દ્રએ કહ્યું કે, મહાત્મા ગાંધીને ચોથી ગોળી મારવાની થિયરીની વાત કરવામાં આવી રહી છે. તેના કોઈ પુરાવા મળતા નથી. તમને જણાવી દઈકે પંકજ ફડનીસની એક થીયરી મુજબ ગાંધીજીની હત્યા ચાર ગોળીઓ મારીને કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં પૂર્વ સોલિસિટર જનરલ અને સિનીયર વકીલ અમરેન્દ્ર સરનને કોર્ટ મિત્ર નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. આ યાચિકામાં ગાંધીજીની હત્યામાં ત્રણ ગોળી મારવા પર સવાલ ઉઠવામાં આવ્યો હતો કે નાથુરામ ગોડસે સિવાય બીજી કોઈ વ્યક્તિએ પણ ચોથી ગોળી મારી હતી.
મહાત્મા ગાંધીની હત્યાનો કોઈ બીજો પણ હત્યારો હતો? પોલીસ આ થીયરી પર ભરોસો કરે છે કે ત્રણ ગોળીઓ ચલાવવામાં આંવી હતી. પરંતુ ચોથી ગોળી ગોડસે સિવાય બીજા કોણે મારી હતી? આવા ઘણાં બધા સવાલો સાથે ઉચ્ચ ન્યાયાલયમાં એક યાચિકા પર 6 ઓક્ટોબરે સુનવણી કરવામાં આવી હતી.
