Not Set/ રાજપીપળા : આદિવાસીઓના મહાસંમેલનમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો કરાયો વિરોધ

રાજપીપળા રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે આયોજીત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે આવેલા રાજ્યના આદિવાસી કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો લોકોએ વિરોધ કર્યો હતો અને તેઓની કાર પર પણ પથ્થરમારો કરી  હુમલો કર્યો હતો. હજારો આદિવાસીઓની હાજરીમાં જ ગણપત વસાવાનો વિરોધ થતા માહોલ પણ ગરમાઈ ગયો હતો. જેથી ગણપત વસાવાએ કાર્યક્રમ અધવચ્ચેથી છોડીને ભાગવુ પડ્યું હતુ. […]

Top Stories Gujarat

રાજપીપળા

રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે આયોજીત આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપવા માટે આવેલા રાજ્યના આદિવાસી કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો લોકોએ વિરોધ કર્યો હતો અને તેઓની કાર પર પણ પથ્થરમારો કરી  હુમલો કર્યો હતો. હજારો આદિવાસીઓની હાજરીમાં જ ગણપત વસાવાનો વિરોધ થતા માહોલ પણ ગરમાઈ ગયો હતો. જેથી ગણપત વસાવાએ કાર્યક્રમ અધવચ્ચેથી છોડીને ભાગવુ પડ્યું હતુ. આદિવાસી લોકોનું કહેવું છે કે, આદિવાસીઓમાં ભરવાડ, ચારણ, અને સિદ્દી મુસલમાનોની જાતિઓનો સમાવેશ કરીને ગણપત વસાવાએ આદિવાસી વિરોધી કામ કર્યું છે અને જેથી અમે તેમનો વિરોધ કરીએ છીએ.

મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક જીતનગર ચોકડી પાસે આદિવાસીઓ લોકોનું ત્રણ દિવસીય મહાસંમેલન યોજાઇ રહ્યુ છે. આ મહાસંમેલનના બીજા દિવસે લાખોની સંખ્યામાં આદિવાસીઓ હાજર રહ્યા હતા, ત્યારે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પણ હાજરી આપવા આવ્યા હતા. તેઓ જેવા સંમેલનમાં તેઓ આવ્યા કે, તરત જ આદિવાસી લોકોએ ઉભા થઇને ગણપત વાસવાનો વિરોધ થયો હતો.