આજકાલ ભારતમાં એપ્પલના આઈફોનનો મોટો ક્રેઝ છે.
એવામાં તમે એપ્પલ કંપનીનો લોગો તો જોયો જ હશે. શું તમે વિચાર્યું છે કે, એપ્પલના લોગોમાં સફરજન થોડું કપાયેલું કેમ આવે છે. કેમ સંપૂર્ણ સફરજન ન રાખવામાં આવ્યું. જો તમને કારણ ના ખબર હોય તો જાણી લો…..
સ્ટીવ જોબ્સે તેના બે સાથિઓની સાથે 1976માં એપ્પલ કંપનીની સ્થાપના કરી. જોકે કંપનીનો લોગો 1977માં રોબ જેનેફે તૈયાર કર્યો છે. આ લોગોને તૈયાર કરીને તેણે એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સને દેખાડયો. પ્રથમ નજરે જ જોબ્સને કાપેલા સફરજનનો આ લોગો પસંદ આવી ગયો હતો.
કોમ્પ્યુટર સાયન્સના જનક માનવામાં આવનાર એલન ટરિંગની યાદમાં આ કાપેલા સફરજનનો લોગો બનાવવામાં આવ્યો છે.મહત્વનું છે કે એલન ટરિંગનું મોત 1954માં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં થઈ ગયું હતું અને તેમના શબની પાસે એક ચાખેલું સફરજન મળ્યું હતું, આમ એપ્પલના લોગોને તેનું રૂપ આપવામાં આવ્યું.
![]()
2009માં જેનેફે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ટીવ જોબ્સે પોતાની કંપનીનું નામ એપ્પલ એટલા માટે રાખ્યું હતું કારણ કે ઉતર કેલિફોર્નિયામાં તેમનો એપ્પલનો એક બાગ હતો અને ત્યાં તેમનો ઘણો સમય વીત્યો હતો. તેની સાથે જ સ્ટીવ સફરજનને એક મહત્વનું ફળ માનતા હતા.પોતાની કંપનીનું નામ શું રાખવું તેના લીસ્ટ માં સફરજનનું નામ સૌથી ઉપર હતું.
આ કારણોસર થોડું કાપેલું સફરજનને કંપનીના લોગો તરીકે પસંદ કરવામાં આવ્યું.
