વોટ્સએપમાં ટૂંક સમયમાં એક નવો ફીચર ઉમેરવા જઈ રહ્યું છે, જે યુઝર્સનાં ચેટ વ્યૂને સંપૂર્ણપણે બદલશે. સમાચાર અનુસાર, વોટ્સએપમાં ટૂંક સમયમાં જ એક નવુ ફિચર આવી રહ્યુ છે, જેથી તમે ચેટનાં વોલપેપરને બદલવા માટે સમર્થ થઇ શકશો.
ઉદાહરણ તરીકે, તમે દરેક ચેટનો વોલપેપર અલગથી રાખી શકશો. અગાઉ, એપ્લિકેશનનો ઉપયોગ કરનારા યુઝર્સ આખી એપ્લિકેશનની ચેટમાં સમાન વોલપેપરનો ઉપયોગ કરી શકતા હતા. પરંતુ નવા ફિચરનાં ઉમેરા સાથે, તમે દરેક વ્યક્તિગત ચેટ માટે વિવિધ વોલપેપર્સ સેટ કરી શકશો. જણાવી દઇએ કે, આ ફિચર વ્યક્તિગત અને ગ્રુપ બંને માટે કામ કરશે. સમાચાર અનુસાર, આ ફિચર હાલમાં ટેસ્ટિંગનાં તબક્કામાં છે. આ ફિચર પર કામ વોટ્સએપનાં બીટા વર્ઝન 2.20.90.21 માં શરૂ કરવામાં આવ્યું છે. વોટ્સએપ વિશે માહિતી આપતા WABetainfo એક અહેવાલમાં જણાવ્યું છે કે, યુઝર્સને લાઈટ અને ડાર્ક બંને મોડ માટે અલગ અલગ વોલપેપર્સ આપવામાં આવશે.
આ પણ વાંચો – તો શું એક સપ્ટેમ્બરથી માફ થશે વિજળી બિલ? જાણો
આ સાથે, યુઝર્સ ફોનની કોઈપણ તસવીરને વોટ્સએપની ચેટમાં વોલપેપર તરીકે ઉપયોગ કરી શકશે. આ સિવાય ટૂંક સમયમાં વોટ્સએપમાં ચેટ હિસ્ટ્રી પણ સિંક્રોનાઇઝ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ યુઝર્સ એક ફોનથી બીજા ફોનમાં સ્થાનાંતરિત થવા માંગે છે, તો તેને ચેટની હિસ્ટ્રી ગુમાવ્યા વિના બીજા ફોનમાં શિફ્ટ કરવાની સુવિધા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
