Not Set/ સિરીઝ ભલે હાર્યા હોય પણ ICC એ વિરાટ કોહલીને આપ્યાં 4 એવોર્ડ

વિરાટ કોહલી માટે એક ખુશીના સમાચાર મળ્યાં છે, ભલે દક્ષીણ આફ્રિકામાં સિરીઝ હારી ગયા હોય પણ વિરાટ કોહલીએ એવોર્ડમાં પોતાનો વિરાટ જલવો દેખાડ્યો છે. વિરાટ કોહલીને ICC ક્રિકેટર ઓફ ધ યર, વનડે ક્રિકેટર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે. #TeamIndia Captain @imVkohli sweeps ICC AwardsICC Cricketer of the Year ✅ICC ODI Cricketer of the […]

Top Stories

વિરાટ કોહલી માટે એક ખુશીના સમાચાર મળ્યાં છે, ભલે દક્ષીણ આફ્રિકામાં સિરીઝ હારી ગયા હોય પણ વિરાટ કોહલીએ એવોર્ડમાં પોતાનો વિરાટ જલવો દેખાડ્યો છે. વિરાટ કોહલીને ICC ક્રિકેટર ઓફ ધ યર, વનડે ક્રિકેટર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે.

ICCએ ટ્વીટ કરીને વિરાટની ખુબ જ તારીફ કરી છે. ICC કહ્યું કે, વિરાટ કોહલીએ માત્ર 29 વર્ષમાં 32 વન-ડે શતક પુરા કર્યા છે અને હવે તે સચિન તેંડુલકરના 49 શતકની નજીક આવી ગયો છે. વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારા માટે ખુબ જ ગર્વની વાત છે અને તે આગળ પણ ખુબ જ સારું પ્રદર્શન કરશે.

2017 એ વિરાટ કોહલી માટે ખુબ જ સારું વર્ષ રહ્યું છે.

ટેસ્ટ- 1059 રન, સરેરાશ 75.64, શતક-5

વનડે- 1460 રન, સરેરાશ 76.84 શતક-6

ટી-20 આંતરરાષ્ટ્રીય-299 રન, સરેરાશ 37.37, અર્ધશતક 2

કુલ : 2818 રન, સરેરાશ 68.73, શતક 11

https://twitter.com/ICC/status/953861263087493121

2017 માં વનડે

મેચ – 26, રન – 1460, સરેરાશ – 76.84, શતક – 6, અર્ધશતક – 7.

2017માં કુલ ૩ ડબલ સેન્ચુરી મારી છે.

બાંગ્લાદેશ ફેબ્રુઆરી 2017 – 204 રન.

શ્રીલંકા નવેમ્બર 2017 – 213 રન.

શ્રીલંકા ડીસેમ્બર 2017 – 243.