Not Set/ હવે નહિ દેખાય ઘૂમર ગીતમાં દિપિકાની કમર, જુવો અપડેટ કરેલ ગીત

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સેન્સર બોર્ડની ૫ શરતો સાથે રીલીઝ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે પદ્માવત ફિલ્મનું સોંગ ધુમરમાં જરૂરી ફેરફાર સાથે ફરી વાર યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવશે. આ સોંગમાં કરવામાં આવ્યા ફેરફાર સ્પષ્ટપણે જોવા શકે છે. અપડેટ કરેલું સોંગ- ૨૦૧૭મા લોન્ચ કરવામાં […]

Entertainment

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સેન્સર બોર્ડની ૫ શરતો સાથે રીલીઝ કરવાની મંજુરી આપી દીધી છે. ત્યારે પદ્માવત ફિલ્મનું સોંગ ધુમરમાં જરૂરી ફેરફાર સાથે ફરી વાર યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવશે. આ સોંગમાં કરવામાં આવ્યા ફેરફાર સ્પષ્ટપણે જોવા શકે છે.

અપડેટ કરેલું સોંગ-

૨૦૧૭મા લોન્ચ કરવામાં આવેલા આ સોંગ ઓરિજનલ વર્ઝનમાં  દીપિકા પાદુકોણની કમરની ઝલક જોવા મળી રહી છે. પરતું નવા વર્ઝનમાં દીપિકાની કમરને ઢાંકી દેવામાં આવી છે. કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી આ ગીતમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ધુમર સોંગમાં દીપિકાના કમર અને પેટના ભાગને દેખાતો હોવાથી સેન્સર બોર્ડે તેના પર વાંધો ઉઠાવ્યો છે.

જુનું સોંગ-

https://youtu.be/dl6NMEUQRPk

સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફેકેશનની તપાસ સમિતિએ ફિલ્મના પ્રોડ્યુસર્સને કહ્યું છે કે જ્યાં દિપિકા પાદુકોણની કમર અને પેટનો ભાગ દેખાઇ રહ્યો છે, તે સીન પર કાતર ફેરવી દેવામાં આવે. હકીકતમાં કરણી સેનાએ પહેલાં જ આ વિશે વાંધો ઉથાવ્યો હતો કે રાજપૂત મહિલાઓ આ પ્રકારે ડાન્સ કરતી નથી.