Not Set/ SC ના આદેશ પછી કરણી સેનાની ધમકી, પદ્માવત દેખાડનાર થિયેટર્સને આગ ચાંપી દેવાશે

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટે આખા દેશમાં બતાવાની પરવાનગી આપી દીધી  છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે ફિલ્મને લગતા નવા વિવાદો ઉભા થઈ રહ્યાં છે. છત્તીસગઢ રાજપૂત કમ્યુનિટીના એક સભ્યએ કહ્યું […]

Top Stories
Padmavati Protest PTI SC ના આદેશ પછી કરણી સેનાની ધમકી, પદ્માવત દેખાડનાર થિયેટર્સને આગ ચાંપી દેવાશે

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટે આખા દેશમાં બતાવાની પરવાનગી આપી દીધી  છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

હવે ફિલ્મને લગતા નવા વિવાદો ઉભા થઈ રહ્યાં છે. છત્તીસગઢ રાજપૂત કમ્યુનિટીના એક સભ્યએ કહ્યું કે, આ અમારી અંતિમ ચેતવણી છે અને એનું પરિણામ ભોગવવું પડશે. જો છત્તીસગઢમાં ફિલ્મને કોઈ પણ થીયેટરમાં બતાવામાં આવશે તો તે થિયેટરને અમે આગ લગાવી દઈશું

પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. જેના પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકાર તે વાત સ્પષ્ટ કરી ચુકી છે. કે, તેઓ પોતાના રાજ્યોમાં આ ફિલ્મને રિલીઝ નહીં થવાદે આ તમામ સ્થળોએ ભાજપની સરકાર છે.

ઉજ્જૈનની કરણી સેનાએ કહ્યું કે, 25 જાન્યુઆરીએ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે તો જનતા કરફ્યું લાગશે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી રાજપૂત સમાજે એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવાની સુચના આપી છે. તેમણે કહ્યું છે, કે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પીટીશન દાખલ કરવામાં આવશે. છત્તીસગઢના ક્ષત્રીય સમાજના સંગઠન સાથે બેસીને ફિલ્મના વિરોધમાં રણનીતિ બનાવવામાં આવશે.