Not Set/ અમદાવાદ :મનપસંદ ટિકિટના ભાડામાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો

અમદાવાદ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસમાં પ્રવાસ કરનારા મુસાફરો માટે ખીસ્સુ હળવું કરે તેવા સમાચાર સામે આવ્યા છે. એએમટીએસ તેના મુસાફરો માટે એક ખાસ મનપસંદ ટિકિટ આપે છે અને હવે આ ટિકિટના ભાવમાં વધારો થયો છે.એએમટીએસએ ૧૬મી જાન્યુઆરીથી મનપસંદ ટિકિટના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે. અગાઉ એએમટીએસના પેસન્જર મનપસંદ ટિકિટ માટે 30 રૂપિયા ચૂકવતા હતા. […]

Gujarat
AMTS Bus અમદાવાદ :મનપસંદ ટિકિટના ભાડામાં 5 રૂપિયાનો વધારો ઝીંકાયો

અમદાવાદ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બસમાં પ્રવાસ કરનારા મુસાફરો માટે ખીસ્સુ હળવું કરે તેવા સમાચાર સામે આવ્યા છે. એએમટીએસ તેના મુસાફરો માટે એક ખાસ મનપસંદ ટિકિટ આપે છે અને હવે આ ટિકિટના ભાવમાં વધારો થયો છે.એએમટીએસએ ૧૬મી જાન્યુઆરીથી મનપસંદ ટિકિટના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે.

અગાઉ એએમટીએસના પેસન્જર મનપસંદ ટિકિટ માટે 30 રૂપિયા ચૂકવતા હતા. પરંતું હવે નવા ભાડા વધારે પ્રમાણે 35 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એએમટીએસના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર આર. એલ. પાંડેએ જણાવ્યું હતું, કે શહેરના બસ વ્યવહારના રૂટ લાંબા થયા છે. આ રૂટ પર સામાન્ય ટિકિટના ભાડાની  ગણતરી કરીએ તો તે 30 રૂપિયા કરતા વધી જાય છે.

જો કે એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજરનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે ડ્રાફટ બજેટમાં ટિકિટના ભાડામાં એક પણ રૂપિયાનો વધારો નહીં કરવાનું જણાવ્યું હતું. પરંતુ તેમણે સત્તાની રૂએ મનપસંદ ટિકિટનું રૂ.૩૦નું ભાડામાં વધારો કરી રૂ.૩પનું કર્યું છે.

મનપસંદ ટિકિટના ભાવ વધારો થવાને કારણે મુસાફરોના ખીસ્સા પર ભાર પડશે. પરંતું કોર્પોરેશનની આવકમાં વધારો થશે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર આર એલ પાંડેએ જણાવ્યું હતું કે, મનપસંદ  ટિકિટના ભાડામાં વધારાથી કોર્પોરેશનને રોજ અંદાજે એક લાખ જેટલી આવકમાં વધારો થશે. મહત્વનું છે કે, એએમટીએસ દ્વારા મનપસંદ ટિકિટ સિવાય બીજી કોઈ પણ ટિકિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

મનપસંદ ટિકિટ દ્વારા કોઈ પણ વ્યક્તિકોઈ પણ જગ્યાએકોઈ પણ સમયે એક આખો દિવસ અમદાવાદમાં મુસાફરી કરી શકે છે.