Not Set/ અમદાવાદના સરખેજ વિસ્તારમાં એએમટીએસના કંડક્ટરના પત્નિએ કરી આત્મહત્યા

અમદાવાદના સરખેજ વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં રહેતી 27 વર્ષની પરણિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો યુવક સવારે નોકરી પર ગયો હતો. તે દરમિયાન યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં યુવતીએ એક ચીઠ્ઠી પણ લખી હતી. જેમાં પતિ અને સાસુ દ્વારા માનસિક યાતના અપાતી હોવાના આક્ષેપો […]

Gujarat
અમદાવાદના સરખેજ વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં રહેતી 27 વર્ષની પરણિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી હતી. એએમટીએસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતો યુવક સવારે નોકરી પર ગયો હતો. તે દરમિયાન યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યા કરતાં પહેલાં યુવતીએ એક ચીઠ્ઠી પણ લખી હતી. જેમાં પતિ અને સાસુ દ્વારા માનસિક યાતના અપાતી હોવાના આક્ષેપો કરાયા હતા. આ ઘટનાની જાણ થતાં યુવતીના માતાપિતા, ભાઈ, બહેન અને સંબંધીઓ દોડી આવ્યા હતા.
ઘટના બાદ સરખેજ પોલીસ બનાવ સ્થળ પર પહોચી હતી અને આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઈટ નોટ જપ્ત તપાસ હાથ ધરી હતી. પોલીસ અને એફએસએલની ટીમે લાશને ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની તપાસ મદદનીશ પોલીસ કમીશનરે હાથ ધરી હતી.