NRI/ દક્ષિણ આફ્રિકામાં ભરૂચના બે સાગા ભાઈઓ પર થયો હુમલો, એકનું મોત

ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે.

Top Stories Gujarat Others
સાગા ભાઈઓ

દક્ષિણ આફ્રિકામાં વધુ એક વખત ભારતીય પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વાતની હોવાની વિગતો સામે આવી રહી છે.

આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે જઈને વસ્યા છે. ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા. રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું.

બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટના અને એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. તો આ ઘટનાથી ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત્ત એસટી કર્મચારી પિતા ઈબ્રાહીમ કરકરિયા અને તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે.

બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત એસટી કર્મચારી ઈબ્રાહીમ કરકરિયા અને તેમનું પરિવાર શોકમગ્ન બન્યું છે. સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસ SAPS એ સત્તાવાર માહિતી આપી હતી કે, જુલાઈ મહિને સમગ્ર દક્ષિણ આફ્રિકામાં ટેવર્ન્સમાં અથવા તેની આસપાસ ઓછામાં ઓછા 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં, જોબર્ટનમાં એક્સ્ટેંશન 23 માં ટેવર્નમાં આશ્રયદાતાઓને લૂંટવમાં આવ્યા હતા અને તેમને ગોળી મારવામાં આવી હતી.

આ પણ વાંચો:દેવભુમિ દ્રારકામાં ભક્તોને જ આખલાઓએ લીધા અડફેટે, જુઓ આ વીડિયો

આ પણ વાંચો:આયકર વિભાગના દરોડામાં ચિરિપાલ ગ્રુપ પાસેથી કરોડોની બેનામી સંપત્તિ મળી આવી

આ પણ વાંચો:ગુજરાતમાં નશામાં ધૂત જોવા મળ્યા ભાજપના આ નેતા, વીડિયો થયો વાયરલ તો આપવું પડ્યું રાજીનામું