12:30
રાજકોટ : વિરપુર ગામવાસીઓએ પદ્માવત ફિલ્મની રિલીઝ સામે વિરોધ કર્યો છે. આ વિરોધને લઇને વિરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે વિરપુર ગામના લોકો સ્વંયમભૂ રોજગાર ધંધા બંધ રાખ્યા છે.
—————————————————————————————————–
સુરત : યુનિક હોસ્પિટલમાં ૧૭ વર્ષીય કિશોરીનું મોત થતાં પરિવારજનોનો દ્રારા હોબાળો કરવામાં આવ્યો છે. આ કિશોરીને પેટમાં દુખાતું હોવાથી ૪ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ કિશોરીનું ઓપરેશન કર્યા બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે રૂપિયા આપી મૃતદેહ લઇ જવા કહ્યું હતું ત્યાર બાદ પરિવારજનોએ હોસ્પિટલના ગેટના કાચ તોડી નાખ્યા હતા.
——————————————————————————————————
પાટણ : પદ્માવત ફિલ્મના વિરોધ વચ્ચે સુરક્ષાને લઇ એસટી સેવા બંધ કરાવવામાં આવી હતી. ઉત્તર ગુજરાત , અમદાવાદ તરફ આવતી જતી બધી જ બસો બંધ કરાવી છે. ત્યાર બાદ પાલનપુર ગાંધીધામ તરફ જતી બસ બંધ કરાઈ છે. બંધના પગલે હારીજ ડેપોમાં પ્રથમવાર છન્નાટો છવાયો છે. એસટી સેવા બંધ કરવાથી રોજીંદા મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી સામનો કરવો પડે છે.
——————————————————————————————————
સુરેન્દ્ર નગર : લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ટ્રાવેલ્સની બસ અને ગેસ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૫ થી વધુ લોકોને ઈજા થઇ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
—————————————————————————————————–મહેસાણા : પદ્માવત ફિલ્મને મામલે આજે પણ બસો બંધ કરાઈ છે. મહેસાણાના ૧૧ અને પાટણના ૮ ડેપોની તમામ બસ સેવા રદ કરાઈ છે. મહેસાણાનાં ૧૧ ડેપોની ૨૫૦ રૂટની બસો બંધ કરાઈ તો પાટણના 8 ડેપોના ૧૭૨ રૂટ બંધ કર્યા છે. મહેસાણા તમામ સ્થાનિક બસ ડેપોમાં અટકાવી દેવાઈ બસ સેવા બંધ રહેતા મુસાફરોને હાલાકી સામનો કરવો પડ્યો છે.
