અમેરિકામાં આર્થિક સંકટે સમગ્રે દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખી છે. અમેરિકન સેનેટ દ્વારા આ સંબધીત બીલ ફગાવી દીધા બાદ પાંચ વર્ષમાં પ્રથમ વખત અમેરિકન સરકારનુ કામકાજ ઠપ થઈ ગયુ છે. જેના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ નિયમો બદલવા માટેને ફોર્મ્યુલા રજુ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લીકન સાંસદનો ભલામણ કરી છે કે, તેઓ પરમાણુ વિકલ્પનો ઉપયોગ કરે. જેમાં ૧૦૦ સભ્ય સંખ્યા ધરાવતા સેનેટમાં ૫૦ની જગ્યાએ સાધારણ બહુમત મળવવાની જ જરૂર રહે છે. એટલે કે આ વિકલ્પના ઉપયોગથી સબંધીત બીલ સેનેટમાં સરળતાથી પાસ થઈ જશે અને અમેરિકાને શટડાઉનમાંથી બહાર આવવામાં સરળતા રહેશે.
આ બીલને સેનેટમાં પાસ કરાવવા માટે ૬૦ મતની જરૂર હતી. જો કે ૪૮ સાંસદોએ બીલના વિરુદ્ધમાં મતદાન કરતા ટ્રમ્પને ૫૨ મત જ મળ્યા હતા. જેના પગલે ટ્રમ્પે આ ફોર્મ્યુલા રજુ કર્યો છે. બીજી બાજુ આ મુદ્દે ટ્રમ્પ સરકાર દ્વારા ડેમોક્રેટીક સાંસદો સાથે પણ ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે.
બીલને પહેલા માત્ર પાંચ ડેમોક્રેટીક સાંસદોએ સર્મથન આપ્યુ હતુ. ત્યારે જ કેટલાક વધુ સાંસદોનુ સમર્થન મળે તો બીલ પાસ થઈ જશે તેવી ટ્રમ્પને આશા છે. દરમિયાન આ બીલ પાસ થઈ ન શકવાને કારણે આજે અમેરિકન સરકારના લાખો કર્મચારીઓ કામ પર જોવા મળ્યા ન હતા. બીલ પાસ ન થઈ શકતા અમેરિકન સરકારમાં શટડાઉનની અસર શુક્રવાર રાતથી જ દેખવાવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો અમેરિકાને મોટુ નુકશાન થશે.
શું છે પરમાણુ વિકલ્પ
અમેરિકન કોંગ્રેસમાં પરમાણુ વિકલ્પને બીજા શબ્દોમાં બંધારણીય વિકલ્પ કહે છે. આ વિકલ્પનો ઉપયોગ ખુબ જ મુશ્કેલ સ્થિતિમાં કરવામાં આવે છે. આ એક સંસદીય પ્રક્રિયા છે. જે અમેરિકી સેનેટને કોઈપણ નિયમ કે કાયદાને બહુમતી સાથે રદ્દ કરવાની સત્તા આપે છે. જા કે સુત્રોના જણાવ્યા મુજબ, અત્યારે આ વિકલ્પનો ઉપયોગ થવાની શક્યતા ખુબ જ ઓછી છે.
