Not Set/ અમેરિકાએ અન્ય સભ્યોને ભારતના NSG સભ્યપદના દાવાને સમર્થન આપવા જણાવ્યું.

વોશિંગ્ટન: અમેરિકાએ ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ટ્રમ્પ પ્રશાસને ભારતના ઓસ્ટ્રેલિયા ગ્રૂપ અને વાસેનાર એરેન્જમેન્ટમાં સભ્યપદ માટે પણ સપોર્ટ આપવાની વાત દોહરાવી છે. સાથે જ વોશિંગ્ટને ગ્રૂપના બાકીના સભ્યોને પણ ભારતની અરજીને સપોર્ટ કરવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેનીય છે કે ભારતે ૪૮ સભ્યના એનએસજી ગ્રૂપના સભ્યપદ માટે અરજી […]

World
vlcsnap 2017 07 28 13h57m09s332 અમેરિકાએ અન્ય સભ્યોને ભારતના NSG સભ્યપદના દાવાને સમર્થન આપવા જણાવ્યું.

વોશિંગ્ટન: અમેરિકાએ ન્યુક્લિયર સપ્લાયર ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ટ્રમ્પ પ્રશાસને ભારતના ઓસ્ટ્રેલિયા ગ્રૂપ અને વાસેનાર એરેન્જમેન્ટમાં સભ્યપદ માટે પણ સપોર્ટ આપવાની વાત દોહરાવી છે. સાથે જ વોશિંગ્ટને ગ્રૂપના બાકીના સભ્યોને પણ ભારતની અરજીને સપોર્ટ કરવા અપીલ કરી છે.

nsg અમેરિકાએ અન્ય સભ્યોને ભારતના NSG સભ્યપદના દાવાને સમર્થન આપવા જણાવ્યું.

અત્રે ઉલ્લેનીય છે કે ભારતે ૪૮ સભ્યના એનએસજી ગ્રૂપના સભ્યપદ માટે અરજી આપી છે. આ ગ્રૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યુક્લિયર મટીરિયલના સપ્લાયનું નિયંત્રણ કરે છે. સંરક્ષણ અને વિદેશ મંત્રાલયના એક સંયુક્ત રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાએ ભારતના એનએસજીમાં સામેલ થવાની અરજીને આવકારી છે અને અમેરિકાએ અન્ય સભ્યોને ભારતના દાવાને સમર્થન આપવા જણાવ્યું છે.

નેશનલ ડિફેન્સ ઓથોરિટી એકટ-ર૦૧૭ હેઠળ અમેરિકન પાર્લામેન્ટમાં કોંગ્રેસને જરૂરી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત-અમેરિકા જનસંહારનાં શસ્ત્રોના પ્રસારને રોકવા પ્રતિબદ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન એનએસજીમાં ભારતના સભ્યપદનો સતત વિરોધ કરી રહ્યું છે કે ભારતે એનપીટી પર હજુ સુુધી હસ્તાક્ષર કર્યા નથી