Not Set/ રાજપથ પર સ્ત્રીશક્તિનું પ્રદર્શન, પહેલીવાર મહિલા મોટરસાયકલ દ્વારા કરાઈ પરેડ

રાજપથ પર આ વખતે નારીશક્તિએ પોતાનો દમ દેખાડ્યો છે, પહેલીવાર રાજપથ પર મહિલા મોટરસાયકલ પર કરતબ કરતી જોવા મળી. BSF motor cycle women team 'Seema Bhawani' led by sub inspector Stanzin Naryang #RepublicDay pic.twitter.com/E4jhZcd8j7 — ANI (@ANI) January 26, 2018 આ વખતેની પરેડમાં પ્રેક્ષક ગેલેરીમાં ગણા VVIP લોકો જોવા મળ્યાં. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, એચ. […]

Top Stories

રાજપથ પર આ વખતે નારીશક્તિએ પોતાનો દમ દેખાડ્યો છે, પહેલીવાર રાજપથ પર મહિલા મોટરસાયકલ પર કરતબ કરતી જોવા મળી.

આ વખતેની પરેડમાં પ્રેક્ષક ગેલેરીમાં ગણા VVIP લોકો જોવા મળ્યાં. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, એચ. ડી. દેવગૌડા, ગૃહમંત્રી રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની પણ જોવા મળી હતી.

રાજપથ પર દેશના અલગ અલગ રાજ્યોની સાંકૃતિક ઝાંખીઓ જોવા મળી, જેમાં આ વખતે રામાયણની ખુબ જ સરસ ઝાંખી નીકળી હતી.

આ રડારથી સાત જગ્યાએ એક સાથે ટારગેટ કરી શકે છે તેવી સ્વાતી રડારનો દમ પણ જોવા મળ્યો.

પરેડની શરૂઆત આસિયાન દેશોના રાષ્ટ્રધ્વજ સાથે કરાઈ, પહેલી વખત આવું બન્યું છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને વાયુસેનાના શહીદ ગરુડ કમાંડો જે પી નિરાલા (મરણોપરાંત)ને સેનાના સૌથી મોટા વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. શહીદ જે પી નિરાલાના પત્નીએ આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. જો કે આ સન્માન આપતી વખતે રાષ્ટ્રપતિ કોવિંદ પણ ભાવુક થઇ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. આ પહેલા પીએમ મોદીએ રાજપથ ખાતે આસિયાન દેશોના પ્રમુખોનું સ્વાગત કર્યું હતું અને તમામ રાષ્ટ્રપ્રમુખ માથા પર સાફો પહેરીને આવ્યા હતા.