Not Set/ video : -૩૦ ડિગ્રીમાં ૧૮ હજાર ફૂટની ઉંચાઈએ ITBPના જવાનોએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ

દેશભરમાં આજે ૬૯ પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પાટનગર દિલ્લીમાં રાજપથ ખાતે દુનિયાએ ભારતીય સેનાની તાકાતને ઝાંખી હતી. ત્યારે આ અવસરે ભારત-તિબ્બતની બોર્ડર પર તૈનાત ITBPના જવાનોએ પણ માઈનસ ૩૦ ડીગ્રી તાપમાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આ અંગે એક વીડિઓ પણ રિલીઝ કર્યો હતો. જેમાં ITBPના હિમવીરોએ -૩૦ ડીગ્રી ઠંડીમાં ૧૮ હાજર ફૂટની ઉંચાઈએ […]

India

દેશભરમાં આજે ૬૯ પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પાટનગર દિલ્લીમાં રાજપથ ખાતે દુનિયાએ ભારતીય સેનાની તાકાતને ઝાંખી હતી. ત્યારે આ અવસરે ભારત-તિબ્બતની બોર્ડર પર તૈનાત ITBPના જવાનોએ પણ માઈનસ ૩૦ ડીગ્રી તાપમાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને આ અંગે એક વીડિઓ પણ રિલીઝ કર્યો હતો. જેમાં ITBPના હિમવીરોએ -૩૦ ડીગ્રી ઠંડીમાં ૧૮ હાજર ફૂટની ઉંચાઈએ ધ્વજ ફરકાવતા જોઈ શકાય છે. નોધનીય છે કે, આ વીડિઓ હિમાલયના લદ્દાખ ક્ષેત્રનો છે.

મહત્વનું છે કે, દેશ આજે ૬૯માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે દિલ્લીમાં રાજપથ ખાતે ત્રણેય સેના સહિત દેશભરના રાજ્યોની સાંસ્કૃતિક પ્રતિકૃતિઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ભારતના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે આસિયાન દેશના ૧૦ રાષ્ટ્રપ્રમુખોએ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં જોડાયા છે. અને આ ઝાંખીને નિહાળી હતી.

આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ ગણતંત્ર દિવસને લઇ રાજધાની દિલ્લી સહિત દેશભરમાં સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આતંકવાદી હુમલા અથવા અપ્રિય ઘટનાને રોકવા માટે હજારો સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.