અંકલેશ્વર
પદ્માવાત ફિલ્મ રિલીઝ પહેલા જ કરણી સેના દ્રારા વિરોધ થઇ રહ્યો હતો. ત્યારે ૨૪ જાન્યુઆરીના રોજ ગુજરાતના અંકલેશ્વરમાં બે વ્યકતિઓએ મળીને એક વ્યક્તિને આ કારણોસર માર માર્યો હતો કે તે રાજપૂત હોવા છતાં પણ પદ્માવત ફિલ્મ જોવાની વાત કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શનિવારે ઉપેન્દ્ર સિંહ જાધવે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં ઉપેન્દ્ર સિંહ જણાવ્યું હતું કે ૨૪ જાન્યુઆરીએ તેઓ અંકલેશ્વર ગયા હતા ત્યારે તેમણે એક હોટલમાં બેઠા બેઠા તેમના વડોદરાના મિત્ર સાથે ફોન પર વાત કરતા કરી હતી કે પદ્માવત ફિલ્મ ગુજરાતમાં તો રિલીઝ નથી થવાની તો તેઓ મુંબઈ પદ્માવત ફિલ્મ જોવા માટે જશે. આ સમયે ત્યાં હાજર ભાર્ગવ સિંહ પઢિયાર અને રંજીત ફૂવાદે તેમને વાત કરતા સાંભળ્યા અને તેમના પર રાજપૂત હોવા છતાં તેમની આટલી હિંમત કે તેઓ ફિલ્મ જોવાની વાત કરે છે એમ કહીને હુમલો કર્યો હતો આ વાતને લઈને ઉપેન્દ્ર સિંહ જાધવને માર માર્યો હતો.
આરોપીએ આ સમગ્ર હુમલાનો વીડિયો પણ બનાવ્યો અને કહ્યું કે તેઓ લેખિત માફી માંગે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ જાધવે પોલીસ પાસે જવાનો ફેસલો લીધો. જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાદમાં એક કોર્ટમાં પણ રજુ કરવામાં આવ્યાં.
