Not Set/ અમદાવાદ : વેલેન્ટાઇન ડે નજીક આવતા દુકાનોમાં જોવા મળ્યો કંઈક આવો નજરો

અમદાવાદ વેલેન્ટાઇન ડે આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દુનિયાભરમાં પ્રેમ અને વિશ્વાસ કાયમ રાખવા માટે દર વર્ષે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ૭ ફેબ્રુઆરીના રોજ  રોઝ ડેથી શરૂ કરીને યુવા હૈયાઓ પરસ્પર એકમેકનો વિશ્વાસ અને પ્રેમ હાંસલ કરવાની શરૂઆત કરે છે. ૧૪ ફેબ્રુઆરીએ  વેલેન્ટાઇન્સ ડેના […]

Gujarat

અમદાવાદ

વેલેન્ટાઇન ડે આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દુનિયાભરમાં પ્રેમ અને વિશ્વાસ કાયમ રાખવા માટે દર વર્ષે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ૭ ફેબ્રુઆરીના રોજ  રોઝ ડેથી શરૂ કરીને યુવા હૈયાઓ પરસ્પર એકમેકનો વિશ્વાસ અને પ્રેમ હાંસલ કરવાની શરૂઆત કરે છે. ૧૪ ફેબ્રુઆરીએ  વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક નવા વિશ્વાસ સાથે પ્રેમભર્યા સંબંધો જાળવી રાખવાના ધ્યેય સાથે આગળ વધે છે.

વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમીપંખીડાઓ તેમના પાર્ટનરને સ્પેશ્યિલ ફીલ કરવા કંઇને કંઇક સ્પેશિયલ કરતા હોય છે જેથી આ દિવસ આખી જિંદગી યાદ રહે. ખાસ કરીને પોતાના પ્રિયજનને એવી કઇ ગિફટ આપી શકાય, જેનાથી પોતાની લાગણીની અભિવ્યકિત થવાની સાથે સામેની વ્યકિતના હૃદયની નજીક જઇ શકાય.

અમદાવાદમાં વેલેન્ટાઇન ડે નજીક આવતા જ  પ્રેમી પંખીડાઓ ઉપરાંત  નવપરિણીત યુગલ પોતાના વેલેન્ટાઇન માટે કઇ ગિફટ આપવી તેના આયોજનમાં લાગી ગયા છે.વેલેન્ટાઇન્સ ડે આવતાંની સાથે જ શહેરની વિવિધ ગિફટ શોપમાં ગિફટની અવનવી વેરાઇટીઓ આવી ગઇ છે. પ્રેમી પંખીડાઓના આ ખાસ દિવસને વધુ સ્પેશિયલ બનવવા માટે માર્કેટમાં આ વર્ષે અવનવી ગિફટ વેરાયટીઝ જોવા મળી રહી છે.

શહેરની ગીફટ શોપમાં સાત દિવસની ગીફટ બકેટનું વિતરણ સૌથી વધુ છે. જેમાં છોકરીઓ માટે મેકઅપ કીટ અને જેવલરી જેવી ગીફટ બકેટ જોવા મળે છે.જ્યારે છોકરાઓમાં ફુટ જયુસની બોટલ, ઓપનર,વોલેટ વગેરે ગીફટ બકેટમાં જોવા મળે છે. યુવાનોમાં ખાસ કરીને ટુ લવ બોટલ આકર્ષણનું વિશેષ કેન્દ્ર બની છે. આ બોટલ દ્વારા યુવાનો તેમના દિલની ફીલિંગ કાગળમાં લખી બોટલમાં મૂકી  પ્રિયજનને આપી શકે છે.આ મેસેજ બોટલમાં ડેકોરેટેડ અને લાઇટિંગ સહિતની વેરાયટી પણ છે.

હોમ મેડ ચોકલેટ ફોર એવર અને હાર્ટ શેપની હોમ મેડ ચોકલેટ્સ પણ યુવાનોને  ખાસ પસંદ આવતી હોય છે.

અઠવાડિયા સુઘી આ દિવસની વિવિઘ રીતે ઉજવણી  થતી હોવાથી હાલમાં ગીફટ શોપમાં યુવાનોનો ઘસારો જોવા મળે છે.