મુંબઇ
અક્ષય કુમારની પેડમેન પછી નીરજ પાંડેની ફિલ્મ અય્યારી પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.અય્યારી આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ દેશભરમાં રીલીઝ થઇ રહી છે ત્યારે તેને પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરવામાં આવે.
16 ફેબ્રુઆરી એટલે કે આજે દેશભરમાં રીલીઝ કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ નહિ કરવામાં આવે મળતી માહિતી મુજબ આ ફિલ્મ ભારતીય આર્મી પર આધરિત છે અને માટે પાકિસ્તાનમાં રીલીઝ કરવામાં નહી આવે.
પાકિસ્તાનના સેન્સર બોર્ડના નિર્ણય મુજબ દેશભક્તિ અને ભારતીય આર્મી પર આધારિત ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ કરવામાં નહી આવે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શુટિંગ કાશ્મીર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફના કેમ્પમાં કરવામાં આવ્યું છે કે, જ્યાં અત્યારે તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો છે.)
ભારતની જે ફિલ્મોમાં દેશભક્તિ,સૈન્ય કે પાકિસ્તાનને ખરાબ ચિતર્યું હોય તેના પર હવે પાકિસ્તાનનું સેન્સર બોર્ડ પ્રતિબંધ મુકી રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં ભારતની ઘણી ફિલ્મો પાકિસ્તાનમાં બેન કરવામાં આવી છે, જેમાં એક થા ટાઈગર, બેબી, નામ શબાના, રુસ્તમ, ટાઈગર જીંદા હૈ જેવી ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નથી કરવામાં આવી.
