આજથી 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભાના રિનોવેશન બાદ પ્રથમ દિવસે હવન કરાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં. બજેટ સત્ર શરૂ થવાની સાથે જ ગુજરાત વિધાનસભાના ભવનનું રિનોવેશન પણ થઈ ગયું છે.

આ કામ 135 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. નવી વિધાનસભાની સાથે સાથે કુલ 56 નવા એમએલએ પણ પહેલીવાર ગૃહમાં આવી રહ્યા છે. નવી વિધાનસભા અને નવા ધારાસભ્યોની સાથે રૂપાણી સરકાર સામે પડકારો પણ નવા છે.

જેમાં હાલ દલિત આક્રોશથી લઈ રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી જેવા અનેક મુદ્દાઓ સામેલ છે. ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ હવનમાં બેઠા. ભૂતપૂર્વ અધ્યક્ષ, નવા તેમજ કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં.

