Not Set/ વડોદરા: દારૂના નશામાં ચુર ભાજપના કાર્યકરો ભાષણની પ્રેક્ટિસ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

વડોદરા, વડોદરામાં ભાજપનાં કાર્યકરોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી. વડોદરાનાં પૂર્વ વિસ્તારનાં બે વોર્ડનાં કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ઝંડા હાથમાં રાખી શરાબની મહેફિલ માણતા હોવાનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સત્તાનાં નશામાં ચુર થઇ દારૂબંધીનાં કડક કાયદાનાં બિન્દાસ્તપણે એસીતેસી કરતા આ વિડીયોને જનતા વખોડી […]

Top Stories

વડોદરા,

વડોદરામાં ભાજપનાં કાર્યકરોનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી. વડોદરાનાં પૂર્વ વિસ્તારનાં બે વોર્ડનાં કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં ઝંડા હાથમાં રાખી શરાબની મહેફિલ માણતા હોવાનો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

સત્તાનાં નશામાં ચુર થઇ દારૂબંધીનાં કડક કાયદાનાં બિન્દાસ્તપણે એસીતેસી કરતા આ વિડીયોને જનતા વખોડી રહી છે. દારૂના નશામાં ચુર થઇ ભારતીય જવાનોની પણ ઠેકડી ઉડાવતા હોય તેમ મજાક કરી રહ્યા છે.

દારૂનાં નશામાં ચકચુર બનીને વંદે માતરમ’ અને ‘ભારતમાતા કી જય’નાં નારા લગાવી દેશનુ અપમાન કરી રહ્યા હોવાનુ દ્રશ્યોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે. ત્યારે ભાજપનુ મોવળી મંડળ કેવા પગલા લેશે તે જોવાનુ રહેશે.

ટેબલ પર પડેલી વિદેશી શરાબની બોટલો અને શરાબને ગ્લાસમાં ભરી મહેફિલ માણી રહેલાં યુવાનો વિડીયોમાં જોવા મળી રહ્યાં છે. આ શરાબની મહેફિલ માણી રહેલાં આ યુવાનો અન્ય કોઇ નહીં પણ શિસ્તની પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો છે. ગાંધીનાં ગુજરાતમાં જ્યાં શરાબનું સેવનએ ગુનો બને છે ત્યાં સત્તા અને શરાબનાં નશામાં ચુર થઇ ભાજપનાં કાર્યકરો બિન્દાસ્તપણે દારૂની મહેફિલ માણી રહ્યાં છે.

સાથે જ સિગારેટનાં કશ પણ ખેંચી રહ્યાં છે. જેમાં અન્ય ચાર કાર્યકરો દારૂ પી રહ્યાં છે. જ્યારે એક કાર્યકર મોબાઇલમાં તેઓનો વીડિયો ઉતારી રહ્યો છે.

શરાબની મહેફિલ માણી રહેલાં ભાજપનાં આ કાર્યકરોનાં નામ મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જીગ્નેશ પરમાર અને કમલેશ રોહિત છે. આ તમામ કાર્યકરો શહેરનાં પુર્વ વિસ્તારમાં આવેલાં વોર્ડ નં.4 તેમજ વોર્ડ નં.18માં ભાજપનાં SC મોરચામાં જુદાં જુદાં હોદ્દા ધરાવે છે.

નશામાં ચુર થઇ ભાજપનાં આ કાર્યકરો જાહેર કાર્યક્રમમાં ભાષણની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. પણ તેમની આ મહેફિલ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ છે.

એકબીજાનાં સન્માનની પ્રેક્ટિસ કરી રહેલાં આ કાર્યકરો ભાજપનો ઝંડો પણ બતાવી રહ્યાં છે. તેમજ ‘વંદે માતરમ’ અને ‘ભારતમાતા કી જય’ નાં નારા પણ લગાવી રહ્યાં છે.