ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગઢ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થવાથી થયેલા મોતનો આંકડો 63ને આંબી ગયો છે. આજે પણ એક 11 વર્ષના બાળકે દમ તોડ્યો. તે પણ ઈન્સેફ્લાઈટિસથી પીડિત હતો. જાણવા મળ્યું છે કે, 69 લાખ રૂપિયા ભર્યાં ન હોવાને કારણે ઓક્સિજન સપ્લાય કરનારી સંસ્થાએ ઓક્સિજનનું સપ્લાય ગુરુવારે રાત્રે જ બંધ કરી દીધું હતું, જેને કારણે તડપીતડપીને બાળકોના મોત થયા હતા. આ સમાચારને પગલે હોસ્પિટલમાં બાળકો ટપોટપ મરવા લાગ્યા હતા, જેને કારણે માતમનો માહોલ છવાઈ ગયો છે. આ સિલસિલો રાતે 11.30થી લઈને શરૂ થઈને સવારે 9 વાગ્યા સુધી ચાલી રહી હતી. આ અંગેનો અધિકારીઓ વચ્ચેના પત્રવ્યવહારની એક કોપી પણ સામે આવી છે. ઘટનાને પગલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા પર ચાર કોંગ્રેસી નેતાઓ ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, સંજય સિંહ અને પ્રમોદ તિવારી ગોરખપુર પહોંચ્યાં. આ ઉપરાંત સરકારમાંથી સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અને ચિકિત્સા શિક્ષા મંત્રી આશુતોષ ટંડન પણ ગોરખપુર જશે. સીએમ યોગી આદિત્યનાથ સાથે આ બંને મંત્રીઓની બેઠક થઈ હતી. તેઓ સમગ્ર ઘટનાનો પૂરો રિપોર્ટ સીએમ યોગીને આપશે.હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થયાની ફરિયાદો તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરી ત્યારે ખાનગી હોસ્પિટલો અને સેના સશસ્ત્ર દાળની હોસ્પિટલ મદદે આવ્યાં હતાં. તેમણે હોસ્પિટલને તાત્કાલિક જમ્બો સિલિન્ડર મોકલી આપ્યાં હતાં.
Not Set/
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગઢ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થતા મોતનો આંકડો 63ને આંબી ગયો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ગઢ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સીજન સપ્લાય બંધ થવાથી થયેલા મોતનો આંકડો 63ને આંબી ગયો છે. આજે પણ એક 11 વર્ષના બાળકે દમ તોડ્યો. તે પણ ઈન્સેફ્લાઈટિસથી પીડિત હતો. જાણવા મળ્યું છે કે, 69 લાખ રૂપિયા ભર્યાં ન હોવાને કારણે ઓક્સિજન સપ્લાય કરનારી સંસ્થાએ ઓક્સિજનનું સપ્લાય ગુરુવારે રાત્રે જ બંધ કરી દીધું […]
