Not Set/ રાજકોટ: મિશ્ર ઋતુના કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પિટલ, તંત્ર હજુ આવ્યું નથી હરકતમાં

રાજકોટ રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે ઘરે – ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યું, મેલેરિયા અને ઝાડા ઉલટી સહીત પાણીજન્યના કેસો રોજ સરકારી ચોપડે લખાઈ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે નોંધેલા આંકડા મુજ્બ ૩૫૦થી વધુ દર્દીઓ નોંધાયા છે. જે વ્યવસ્થા કરવાની હોય તે માત્ર સરકારી કાગળ ઉપરજ કરવામાં આવી […]

Top Stories

રાજકોટ

રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી છે ઘરે – ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યું, મેલેરિયા અને ઝાડા ઉલટી સહીત પાણીજન્યના કેસો રોજ સરકારી ચોપડે લખાઈ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે નોંધેલા આંકડા મુજ્બ ૩૫૦થી વધુ દર્દીઓ નોંધાયા છે. જે વ્યવસ્થા કરવાની હોય તે માત્ર સરકારી કાગળ ઉપરજ કરવામાં આવી રહી છે. આના કારણે રોગચાળો વધી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં આકડા ઉપર નજર નાખીએ તો ઝાડા ઉલટીના ૧૧૭ કેસો, તાવ-શરદી ૨૨૧ કેસો, મરડાના ૮ કેસો, મેલેરીયાના ૧ સહીત ૩૫૦ જેટલા દર્દી નોંધાયા છે અને રોગચાળાના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. છતાં આ તંત્ર હજુ હરકતમાં આવ્યું નથી.

આરોગ્ય અધિકારી આર.એમ.સી,  ડો પી.પી.રાઠોડ જણાવ્યું કે રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એકતરફ દિવસ દરમિયાન ગરમી જોવા મળે છે તો બીજીતરફ રાત્રી દરમિયાન ઠંડી જેના કારણે શહેરમાં વાઈરલ ઇન્ફેકશન ઉપરાંત ઝાડા-ઉલટીના દર્દીઓની સંખ્યા સરકારી ચોપડે વધી રહી છે. ત્યારે આ રોગચાળા સામે બચવા લોકોએ જાગૃતતા રાખવી જરૂરી છે. તેમજ પીવાનું પાણી ઉકાળેલું પીવું જોઈએ અને બારનું ખાવાનું ટાળવું જોઈએ તેમ આરોગ્ય અધિકારી રાજકોટની જનતાને સાવચેત રહેવા જણાવ્યું હતું.

ડો પી.પી.રાઠોડ વધુમાં રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. તાબડતોબ તંત્રએ હરકતમાં આવવું જોઈએ હજુ રોગચાળો હાથમાં છે. તંત્ર હજુ આળસ નહિ ખંખેરે તો આગામી દિવસોમાં રોગચાળો સમગ્ર શહેરને બાનમાંલે તો પણ નવાઈ નહિ.