દમણ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ પહોચ્યા હતા અને તેઓએ લગભગ ૧ હજાર કરોડ રૂપિયાની જુદી-જુદી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ દમણમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઈપલાઈન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશનની સાથે સાથે નગરપાલિકાના એક બજારની પણ આધારશીલા રાખી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણ ખાતે એક જાહેરસભાને પણ સંબોધી હતી.
This public meeting in Daman is historic- not only in terms of the number of people who have joined us but also in terms of the development projects being launched from here: PM Narendra Modi in Daman pic.twitter.com/kJaDWU2Cru
— ANI (@ANI) February 24, 2018
દમણ ખાતે જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું,
It is wonderful how Daman has become a mini-India. People from all over the country live and work here: PM Narendra Modi pic.twitter.com/7R4RD4T7W6
— ANI (@ANI) February 24, 2018
દમણ દેશનું લઘુ ભારત બન્યું છે.
સંઘ પ્રદેશ માટે એક હજાર કરોડની યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
દમણમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.
દમણમાં ગંદકી નહીં કરવાનો સંકલ્પ લઈએ.
દમણમાં બે હજારથી વધુ શૌચાલય બનાવ્યા છે.
દમણ હવે હેલીકોપ્ટર સેવા સાથે જોડાયુ છે.
દમણના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય પણ આટલો મોટો જનસમૂહ આવ્યો હશે, ન તો એક હજાર કરોડની યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
દમણમાં રાજધાની દિલ્લી અને મુંબઈ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અહિયા દેશના દરેક ભાગમાંથી આવીને લોકો વસ્યા છે.
I urge the people of Daman to continue giving topmost importance to cleanliness. The opportunities in tourism increase when there is cleanliness: PM Narendra Modi pic.twitter.com/AkyNIhVXk3
— ANI (@ANI) February 24, 2018
દમણમાં વ્યાપક પ્રમાણમાં સ્વચ્છતા અભિયાન જોવા મળી રહ્યું છે. સ્વચ્છતાથી દમણના ટુરિઝમમાં વધારો થશે. હવે દીવને પણ અમદાવાદ સાથે જોડવામાં આવી ચુક્યું છે. આ કારણે તે વિકાસની ધારા સાથે જુડાઈ ગયા છે.
દમણ આજે ખુલ્લામાં શૌચમાંથી મુક્ત થઇ ચુક્યું છે. આ માતૃ સન્માનની દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે.
દમણની બહેન-બેટીઓ હવે ઈ-રિક્ષા લઈને ચાલશે.
I congratulate the people and local administration for making Daman open defecation free. This is a big step: PM Narendra Modi pic.twitter.com/Eg9vkat15Z
— ANI (@ANI) February 24, 2018
દમણ અને દીવમાં ઓડીએફ બનાવવા માટે સ્થાનિક પ્રશાસન અને સામાન્ય નાગરિકોને હું શુભકામનાઓ આપું છું.
દમણ એક શાંતિપૂર્ણ વિસ્તાર છે અને અહિયાં રમખાણો થતા નથી.
કેન્દ્ર સરકારે દમણના લોકોને સેન્ટ્રલ યુનિવર્સીટીની ભેટ આપી છે.
મહત્વનું છે કે, આ પહેલા પીએમ મોદીએ દમણ અને દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા તેમજ ઓડિશા-અમદાવાદ-દીવ વચ્ચે ઉડાન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ જનસભાને સંબોધ્યા બાદ પીએમ મોદી ચેન્નઈ માટે રવાના થશે અને ત્યાં તેઓ તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાની ૭૦મી જયંતીમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ચેન્નઈ ખાતે અમ્મા સ્કૂટર સ્કીમનું પણ ઉદ્ઘાટન કરશે.
