ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર કેજરીવાલ વિરુધ્ધ પોસ્ટર લાગ્યા છે. રાજ્યના રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે શનિવારે વડોદરામાં આવનાર છે ત્યારે વડોદરા શહેર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તેઓના વિરુદ્ધમાં બેનર લગાવવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરને ફાડી નાખવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટી દ્વારા અજાણી ઈસમ દ્વારા લગાવવામાં આવેલા બેનર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ પાર્ટીઓ વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો પોસ્ટર વોર બાદ ટ્વિટર ઉપર રાજકીય વોર જામી છે. ગુજરાત ભાજપના એક નેતાએ પોસ્ટર વોર ઉપર ટ્વિટ કર્યું છે કે, એક ખાસ ચોક્કસ સમુદાયના લોકોને ખુશ કરવા માટે જ આમ આદમી પાર્ટી દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અને આમ આદમી આ મુદ્દે પ્રેસ કૉંફરેન્સ કરી હવે વિકટીમ કાર્ડ પ્લે કરશે.
देख रहा है न विनोद
एक खास वर्ग को खुश कर वोट लेने के लिए खुद पोस्टर लगवाया है और अब प्रेस कांफ्रेंस करके विक्टिम कार्ड खेलेंगे।
पर आपका दिल्ली वाला विक्टिम कार्ड मॉडल गुजरात में नहीं चलेगा @ArvindKejriwal जी । pic.twitter.com/lGGd8osjjn
— Zubin Ashara (@zubinashara) October 8, 2022
તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના સંસદ ગુલાબસિંહજી યાદવે પર ટ્વિટર વોરમાં ઝંપલાવ્યું છે. અને તેમણે ભાજપ ઉપર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે. અને એટલે જ કેજરીવાલજી ઉપર વિવિધ પ્રકારના નવા નવા આરોપો લગાવી રહીછે. પરંતુ કેજરીવાલ કટ્ટર હનુમાન ભક્ત છે.આમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતા જ સોશિયલ મીડિયા ઉપર પણ રાજકીય વોર ચાલુ થઈ ગઈ છે.
गुजरात मेें भाजपा बौखला गईं हैं हर रोज़ केजरीवाल जी के ऊपर नए नए आरोप लगा रहीं हैं लेकिन भाजपाईयों केजरीवाल कट्टर हनुमान भगत हैं।
जय बजरंगबली।— Gulab Singh Yadav (@GulabMatiala) October 8, 2022
તો આ અંગે આપ નેતા ગોપાલ ઈટાલિયા એ પણ ટ્વીટ કર્યું હતું. અને જણાવ્યુંહતું કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપને AAPનો ડર સતાવી રહ્યો છે.
ઇટાલીયાની ટ્વીટમાં ભાજપના કાર્યકર્તાઓ માટે અયોગ્ય શબ્દો ઉલ્લેખપણ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવા એરપોર્ટની અંદર ઘુસ્યા છે. એરપોર્ટ બહાર અને સભા સ્થળે વિરોધ કરવાના છે.

