મહેમદાવાદ
ખેડાના મહેમદાવાદ પાસે આવેલ અરેરી પાટિયા પાસે ૮વર્ષની બાળકી નેહા આનંદભાઈ વાઘેલા રીક્ષાની અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જયારે હોળી નજીક આવી રહી છે ત્યારે ખેડાના મહેમદાવાદ પાસે આવેલ અરેરી પાટિયા પરના રોડ પર શ્ર્ધાળુંઓ ડાકોર દર્શન માટે પદયાત્રાએ જતા હોય છે. ત્યારે બાપુનગરનો વધેલા પરિવાર પણ ડાકોર પદયાત્રા દર્શન માટે જઈ હતો ત્યારે આ પરિવારની ૮ વર્ષની બાળકીનું ડાકોર પહોંચતા પહેલા મોત નીપજ્યું હતું.
આ બાળકી ત્યારે રીક્ષાની અડફેટે આવી હતી જયારે તેના માતા-પિતા અરેરી પાટિયા પાસે આવેલી કેનાલમાં ન્હાવા ગયા હતા. ત્યારે નેહા રસ્તા પર એકલી ચાલવા લાગી હતી. જે રોડ પર રીક્ષા આવી રહી હતી તે રસ્તા પર નેહા ચલી રહી હતી અને ત્યારે રીક્ષાએ નેહાને અડફેટે લીધી હતી. આ ઘટનાની જાણ થતા જ નેહાના માતા -પિતા અને અન્ય શ્ર્ધાળુંઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રીક્ષા ચાલકને પકડીને ખેડા પોલીસને સોંપી દીધો હતો અને નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેમદાવાદા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ખેડા પોલીસે આ મામલે વધુ તપસ હાથ ઘરી છે.
