બોલીવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા હાલમાં હોળીના તહેવાર પર તેની રીલીઝ થનારી ફિલ્મ ‘વિરે કી વેડિંગ ‘ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક ઈન્ટરવ્યુંમાં વાતચીત દરમ્યાન તેણે હોળી તહેવાર પર જોડાયેલી એક વાતનો ઉલ્લેખ કર્યો હતો.

કૃતિ જયારે ૧૨ વર્ષની હતી, ત્યારે હોળીના તહેવાર પર મોકાનો લાભ ઉઠાવીને ભાંગ પી લીધી હતી. વધુમાં કૃતિએ કીધું કે મારા માટે કદાચ તેનાથી વધુ યાદગાર કોઈ હોળી નહિ હોય. જયારે હું ૧૨ વર્ષની હતી તે દરમ્યાન હોળીના દિવસે અચાનક મારી તબિયત ખરાબ થવા લાગી મને ચક્કર આવવા લાગ્યા.
હું તે દરમ્યાન ઘણી નાની હતી એટલે મને તો એ દિવસ સ્પષ્ટપણે યાદ નથી પણ મારી મમ્મીએ મને જણાવ્યું હતું કે, મને ઉલટી જેવું અને બેચેની થતી હતી. એ દિવસે મારા મમ્મી પાપા ને લાગ્યું કે, હોળી રમતા રમતા રમતા ગળામાં રંગ જતો રહ્યો હશે એટલે મારી તબિયત બગડી છે.

પરંતુ તેટલામાં મારા મોટા પપ્પાનો છોકરો એટલે કે મારો મોટો ભાઈ આવ્યો અને બધાને કહ્યું કે મે ઠંડાઈવાળું દૂધ પી લીધું છે. પરંતુ હકીકતમાં તે દૂધ નહિ પણ ભાંગ હતી. કાશ એ દિવસે મારો વિડીયો બન્યો હોત તો એ યાદગાર હોળીનો વિડીયો મારી પાસે હોત.

તમને જણાવી દઈએ કે, કૃતિની ફિલ્મ ‘વિરે કી વેડિંગ’ ૨ માર્ચના રોજ ધુળેટીના દિવસે સિનેમાઘરમાં રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં કૃતિની સાથે પુલકિત સમ્રાટ, જીમ્મી શેરગીલ અને સતીશ કૌશિક પણ નજરે જણાશે. ફિલ્મનું નિર્દેશન આશુ ત્રિખાએ કર્યું છે.
