Not Set/ છત્તીસગઢમાં સુરક્ષોદળોનું મોટુ ઓપરેશન,10 નક્સલીઓને ઠાર મરાયા

બીજાપુર, છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદે માથુ ઉચક્યું છે.છત્તીસગઢમાં વીજાપુર જીલ્લામાં છત્તીસગઢ પોલિસ અને તેલંગાણા પોલિસે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન કરીને 10 જેટલા નક્સલીઓને ઠાર માર્યા છે.આ એન્કાઉન્ટરમાં તેલંગાણા પોલિસનો એક જવાન પણ ઘાયલ થયો છે.છત્તીસગઢના દક્ષિણ બસ્તર જીલ્લાના પોલિસ ઉપ મહાનિર્દેશક સુંદરરાજ પી એ કહ્યું કે બીજાપુર પાસેના ઉસુર થાણા ક્ષેત્રના પુજારી કાંકેર ગામના જંગલોમાં […]

Top Stories

બીજાપુર,

છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદે માથુ ઉચક્યું છે.છત્તીસગઢમાં વીજાપુર જીલ્લામાં છત્તીસગઢ પોલિસ અને તેલંગાણા પોલિસે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન કરીને 10 જેટલા નક્સલીઓને ઠાર માર્યા છે.આ એન્કાઉન્ટરમાં તેલંગાણા પોલિસનો એક જવાન પણ ઘાયલ થયો છે.છત્તીસગઢના દક્ષિણ બસ્તર જીલ્લાના પોલિસ ઉપ મહાનિર્દેશક સુંદરરાજ પી એ કહ્યું કે બીજાપુર પાસેના ઉસુર થાણા ક્ષેત્રના પુજારી કાંકેર ગામના જંગલોમાં પોલિસ અને નક્સલીઓ વચ્ચે ભારે અથડામણ થઇ હતી,જેમાં 10 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાં છે.

પોલિસ અધિકારી સુંદરરાજે કહ્યું કે બીજાપુર જીલ્લામાં મોટી સંખ્યામાં નક્સલીઓ એકઠા થયા હોવાની બાતમી મળી હતી અને આ નક્સલીઓ કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.આ જાણકારી પછી તેલગાંણાના ગ્રેહાઉંડ ફોર્સ અને બીજાપુરના ડીઆઇજી,એટીએફ અને બીજા સુરક્ષાદળોને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા.

જો કે પોલિસ અને ગ્રેહાઉંડ કમાન્ડો જેવા પુજારી કાંકેર ગામના જંગલોમાં પહોંચ્યા ત્યારે નક્સલીઓએ પોલિસ ફોર્સ પર ગોળીબારો શરૂ કરી દીધા હતા.નક્સલીઓના હુમલો કરતાં સુરક્ષાદળોએ વળતું ફાયરીંગ કર્યું હતું.આ ફાયરીંગ પછી કેટલાંક નક્સલીઓ ફરાર થઇ ગયા હતા.એન્કાઉન્ટર બાદ પોલિસે સર્ચ ઓપરેશન શરૂ કરતા 10 નક્સલીઓના શબ મળી આવ્યા હતા.સુરક્ષાદળ હવે આ નક્સલીઓની ઓળખ કરી રહી છે.