મેક્સિકો,
મેક્સિકોના ગ્વાડ્લઝારામાં શૂટિંગ વર્લ્ડકપ માંથી ખુબ જ સારા સમાચાર મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ શુટિંગ સ્પોટ્સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડકપમાં ભારતીય શુટરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. મિક્સ ઈવેન્ટમાં ભારતે પોતાના નામે બે મેડલ કરી લીધા છે.
https://twitter.com/ISSF_Shooting/status/970498800828780544
જેમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે મિક્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મનુ ભાકર અને ઓમપ્રકાશ મિથરવાલની જાડીએ જીત્યો છે. આ ગોલ ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ઈવેન્ટમાં મળ્યો છે.
https://twitter.com/ISSF_Shooting/status/970751836776009729
મનુ ભાકરનો આ બીજા ગોલ્ડ મેડલ છે, આ પહેલા તેણે ૧૦ મીટર એર પિસ્તોલ (મહિલા)માં પણ ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકરની ઉંમર માત્ર ૧૬ વર્ષની છે. આટલી નાની ઉંમરમાં તેણે મેળવેલ સિદ્ધિઓ ભારતનુ ગૌરવ વધારનાર છે.
🇨🇳 CHINA!!
🇷🇴 ROMANIA!!
🇮🇳 INDIA!!#ISSFWC pic.twitter.com/Mqk59zUdRF— ISSF (@issf_official) March 5, 2018
આ ઉપરાંત ભારતને બ્રોન્ઝ મેડલ દીપક કુમાર અને મેહુલી ઘોષની જાડીએ જીતાડ્યો. તેમણે ૧૦ મીટર રાઈફલ (મિક્સ ઈવેન્ટ)માં આ બ્રોન્ઝ મેળવ્યો. આજ સ્પર્ધામાં ભારતના રવિકુમાર અને અપુર્વી ચંદેલાની જાડી ચોથા નંબરે રહી હતી.
Manu Bhaker and Om Prakash Mitharval 🇮🇳 pocket India’s third gold in Guadalajara, followed by Germany’s Sandra and Christian Reitz 🇩🇪 and France’s Goberville and Fouquet 🇫🇷. #ISSFWC pic.twitter.com/eHu8lAY5Iy
— ISSF (@issf_official) March 5, 2018
આ સાથે જ ભારત શુટિંગ વર્લ્ડકપમાં કુલ ૭ મેડલ જીતી ચુક્યુ છે, જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે. તેમજ ભારત મેડલ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયુ છે.
