Not Set/ ભાવનગર 32 લોકોના મોતનો જવાબદાર ટ્રક ચાલક ઝડપાયો

ભાવનગર, ભાવનગરમાં લગ્ન કરવા જઈ રહેલા જાનૈયાઓને અકસ્માત નડતા 32 લોકો મોતને ભેટ્યા હતાં. ભાવનગર પાસેના બોટાદના રંઘોળા ગામ પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલ રંઘોળા નદીના બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  25 ફુટ નીચે નદીમાં ખાબક્યા બાદ પલટી મારી જતા ટ્રક નીચે કચડાવાથી 32  જાનૈયાઓના મોત થયા હતા. આ ટ્રકમાં  ૬૦ જેટલા લોકો સવાર હતા. ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતનો આરોપી […]

Top Stories

ભાવનગર,

ભાવનગરમાં લગ્ન કરવા જઈ રહેલા જાનૈયાઓને અકસ્માત નડતા 32 લોકો મોતને ભેટ્યા હતાં. ભાવનગર પાસેના બોટાદના રંઘોળા ગામ પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલ રંઘોળા નદીના બ્રિજ પરથી નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  25 ફુટ નીચે નદીમાં ખાબક્યા બાદ પલટી મારી જતા ટ્રક નીચે કચડાવાથી 32  જાનૈયાઓના મોત થયા હતા. આ ટ્રકમાં  ૬૦ જેટલા લોકો સવાર હતા.

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માતનો આરોપી ટ્રક ચાલક પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. 32 લોકોના મોત માટે જવાબદાર એવા નીતિન વાઘેલા નામના આ ટ્રક ચાલકે આપઘાત કરી લીધો હોવાનો પણ દેખાવ કર્યો હતો.

તેણે આપઘાત કર્યાના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જો કે શુક્રવારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ નીતિન વાઘેલા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. તેમ છતાં તેણે ટ્રક હંકાર્યો હતો અને રંઘોળા ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.

આ ટ્રક ભોળાદ ગામના પરેશ આહિરની હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે વહેલી સવારે રંઘોળા પાસે જાનને લઇ જતી ટ્રક નાળાના પુલની રેલીંગ તોડીને 20 ફુટ ઉંડા નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 32 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે, જેઓ હાલ પણ સારવાર હેઠળ છે.