કાઠમાંડુ,
બાંગ્લાદેશનું એરક્રાફ્ટ જેમાં ૬૭ પેસેંજર અને ૪ કૃમેમ્બર એટલે કે કુલ મળીને ૭૧ લોકો સવાર હતા. આ ઘટનામાં ૫૦ લોકોના મોત થયા છે જયારે ૧૭ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ વિમાન સોમવારે સવારે કાઠમાંડુ એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે ક્રેશ થયું છે. આ ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. ક્રેશ થયેલું આ વિમાન બાંગ્લાદેશની એરલાઇન યુએસ-બાંગ્લાનું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્લેનના લેન્ડીંગ વખતે સંતુલન ગુમાવવાના લીધે આ ઘટના થઇ હતી. ૧૭ પેસેન્જરને રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લેવાય હતા. જયારે ૩૭ લોકો ગંભીર રીતે ઘાયલ હોઈ સારવાર ,માટે દાખલ કરવામાં આવ્યા છે.આ એરક્રાફ્ટ બોમ્બબાર્ડીયાર ડેશ ૮ છે. લેન્ડ સમયે પ્લેનમાં આગ લાગતા એરપોર્ટ થી દૂર મેદાનમાં જઈને પડ્યું.
#WATCH: A plane has crashed at Tribhuvan International Airport in Kathmandu, Nepal. More details awaited. (Source:Unverified) pic.twitter.com/lpsWrvFjZd
— ANI (@ANI) March 12, 2018
ઘટના દરમ્યાન વિમાન ટીઆઈએ એરપોર્ટ એટલે કે કાઠમાંડુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાની તૈયારીમાં હતું. રિપોર્ટના કહ્યા પ્રમાણે ૬૭ પેસેન્જર આ વિમાનમાં હતા. જો કે હજુ મૃત્યુ આંક કેટલો છે તેના કોઈ સમાચાર નથી મળ્યા પણ ઘટના જોઇને એવું લાગી રહ્યું છે કે ઘણા લોકોએ જાન ગુમાવી હશે.
પ્લેન ક્રેશ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
