સુકમા,
છત્તીસગઢના સુકમામાં મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મંગળવારે સર્ચ ઓપરેશન માટે નીકળેલા સીઆરપીએફના કાફલા પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFના ૯ જવાનો શહીદ થયા છે જયારે ૨૫થી વધુ જવાન ઘાયલ થયા છે. ઘાયલ ૨૫ જવાનોમાંથી ૪ જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે જેઓને સારવાર માટે રાયપુર મોકલવામાં આવી રહ્યા છે.
#SpotVisuals from the site of IED blast by Naxals in Kistaram area of #Chhattisgarh's Sukma, 9 CRPF personnel have lost their lives. pic.twitter.com/iN4bQCETHH
— ANI (@ANI) March 13, 2018
આ હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “આજે સુકમામાં થયેલો LED બ્લાસ્ટ અત્યંત દુઃખદાયી છે. હું રાષ્ટ્રની સેવા કરતી વખતે શહીદીને પ્રાપ્ત થયેલા દરેક સુરક્ષા કર્મચારીઓને નમન કરું છું”.
My heartfelt condolences to the families of those personnel who lost their lives in Sukma blast. I pray for the speedy recovery of the injured jawans. I spoke to DG @crpfindia regarding the Sukma incident and asked him to leave for Chhattisgarh.
— Rajnath Singh (@rajnathsingh) March 13, 2018
સુકમાના નક્સલ પ્રભાવિત કિસ્તારામ વિસ્તારમાં બપોરે ૧૨.૩૦ વાગ્યે સીઆરપીએફની ૨૧૨મી બટાલિયન જયારે સર્ચ ઓપરેશન માટે નીકળી હતી. ત્યારે ઘાત લગાવીને નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલીઓને જવાનોની મૂવમેન્ટની જાણકારી પહેલેથી જ થઇ ગઈ હતી જેથી આં હુમલો પૂર્વ આયોજિત માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ હુમલા પાછળ પીપલ્સ લિબરેશન ગ્રુપનો હાથ હોવાનું પણ જણાઈ રહ્યું છે.
નક્સલ વિરોધી અભિયાનના સાથે જોડાયેલા ડીજી ડીએમ અવસ્થીએ જણાવ્યું, ” CRPFની એક પેટ્રોલિંગ પાર્ટી એન્ટી લેન્ડમાઈન ગાડીમાં કિસ્તરામથી પાલોદી જઈ રહી હતી ત્યારે રસ્તામાં નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો. હુમલા બાદ વધારાની ફોર્ચ ઘટનાસ્થળે પહોચી ચૂકી છે અને હમણાં ગોળીબાર રોકી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે સોમવારે જ આ નક્સલ પ્રભાવિત એરિયામાં મોટરસાયકલ દ્વારા પ્રવાસ કર્યો હતો. આ પહેલા ગત વર્ષે એપ્રિલ મહિનામાં સુકમામાં નક્સલીઓએ ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૨૫ જવાનો શહીદ થયા હતા. આ તમામ જવાનો CRPFની ૭૪મી બટાલિયનના હતા.
