Not Set/ જાણો, ઈરફાન ખાનની ફિલ્મ બ્લેકમેલ ક્યારે થશે રીલીઝ

મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર ઈરફાન ખાનના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે તેની આગામી ફિલ્મ બ્લેકમેલની રીલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 6 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. ટી-સિરીઝ અને આરડીપી મોશન પિક્ચર્સે ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરી છે. ઈરફાનની બિમારી અંગેના અહેવાલ સામે આવ્યા ત્યારથી આ ફિલ્મને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. […]

Entertainment

મુંબઈ,

બોલીવુડના સુપરસ્ટાર ઈરફાન ખાનના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલ અટકળો વચ્ચે તેની આગામી ફિલ્મ બ્લેકમેલની રીલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 6 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. ટી-સિરીઝ અને આરડીપી મોશન પિક્ચર્સે ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરી છે.

ઈરફાનની બિમારી અંગેના અહેવાલ સામે આવ્યા ત્યારથી આ ફિલ્મને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. ત્યારબાદ ફિલ્મ નિર્માતાઓએ ઈરફાન સાથે મુલાકાત કરી હતી. તેમજ આ મુલાકાતમાં ઈરફાને ફિલ્મને બિમારી કરવાની મંજુરી આપી દીધી છે. જેથી હવે આ ફિલ્મ તેના નિર્ધારીત સમય મુજબ એટલે કે 6 એપ્રિલના રોજ રીલીઝ થશે.

મહત્વનું છે કે આ મુદ્દે ભુષણ કુમાર અને અભિનય દેવ ઈરફાનના પ્રોફેશનલ અભિગમની પ્રશંસા કરી છે. અભિનય દેવ જણાવ્યુ હતું કે અમે ઈરફાનને મળ્યા હતા અને તેણે ફિલ્મને રીલીઝ કરવા માટે મંજુરી આપી દીધી છે.