Not Set/ ઈરાકના મોસુલમાં ચાર વર્ષ પહેલા ગુમ થયેલા ૩૯ ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ રાજ્યસભામાં કરી પૃષ્ટિ

દિલ્લી, ઈરાકમાં ISISના ગઢ કહેવાતા મોસુલમાં આજથી ચાર વર્ષ પહેલા ગુમ થયેલા તમામ ૩૯ ભારતીયોના મોત થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદનમાં આ મામલે પૃષ્ટિ કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, તમામ ભારતીયોને ISISના આતંકીઓએ માર્યા હતા, ત્યારબાદ આ મૃતકોના દેહને બગદાદ મોકલવામાં આવ્યું હતું અને અમે DNA સેમ્પલ દ્વારા તમામ […]

Top Stories

દિલ્લી,

ઈરાકમાં ISISના ગઢ કહેવાતા મોસુલમાં આજથી ચાર વર્ષ પહેલા ગુમ થયેલા તમામ ૩૯ ભારતીયોના મોત થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં આપેલા પોતાના નિવેદનમાં આ મામલે પૃષ્ટિ કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, તમામ ભારતીયોને ISISના આતંકીઓએ માર્યા હતા, ત્યારબાદ આ મૃતકોના દેહને બગદાદ મોકલવામાં આવ્યું હતું અને અમે DNA સેમ્પલ દ્વારા તમામ મૃતદેહોની તપાસ કરાવી હતી.

વિદેશ મંત્રીએ રાજ્યસભામાં પોતાના નિવેદનમાં જણાવ્યું, ભારે દુ:ખી મન સાથે પરંતુ ૩ વર્ષ બાદ ૩૯ ગુમ થયેલા ભારતીયોના માર્યા ગયા હોવાની માહિતીની પૃષ્ટિ કરું છું”. તમામ માર્યા ગયેલા લોકોના DNA સેમ્પલ મળી આવ્યા છે અને મૃતકોના દેહને તેઓના પરિવારોને સોપવામાં આવશે.

તેઓએ રાજ્યસભામાં કહ્યું, હરજીત મસીહની વાર્તા હતી, પણ તે સાંચી નથી. જે ૩૯ મૃતદેહો મળ્યા છે, જેમાંથી ૩૮નો DNA મેચ કરી લેવામાં આવ્યા છે અને ૩૯માં દેહની તપાસ કરવામાં આવી છે. સરકાર દ્વારા ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા પર્વતના ખોદકામ કર્યા બાદ દેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ચિન્હો મળ્યા હતા અને ત્યારબાદની DNAની તપાસ બાદ આ પૃષ્ટિ કરવામાં આવી છે. જનરલ વી કે સિંહ ત્યાં ગયા હતા અને પુરાવાઓ શોધવા મહેનત કરી હતી.

સુષ્મા સ્વરાજે જનરલ વી કે સિંહ અંગે  જણાવ્યું, ગુમ થયેલા ભારતીયોને શોધવા માટે મારા સહયોગી જનરલ વી કે સિંહ એ ખૂબ જ મહેનત કરી છે. તેઓએ કેટલીય વખત મોસુલ અને બગદાદની મુસાફરી કરી અને ઇરાકના ગામડાંઓ સુધી પહોંચ્યા. જનરલ સિંહ ગામના એક નાનકડા રૂમમાં જમીન પર સૂતા અને ગુમ લોકોના મૃતદેહના પુરાવાઓ લઇને જ પરત ફર્યા હતા.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “વી કે સિંહ ઈરાક જશે, અને મૃતદેહોને ભારત લાવવામાં આવશે. સૌથી પહેલા જહાજ દ્વારા અમૃતસર લાવવામાં આવશે અને ત્યારબાદ પટના, પશ્ચિમ બંગાળ ખાતે મોકલવામાં આવશે”.

ઈરાકની સરકારનો ધન્યવાદ કરવા આપતા તેઓએ જણાવ્યું, ઇરાક સરકારનો પણ જેમને અમારા અનુરોધનો સ્વીકાર કરી લીધો. હું વડાપ્રધાનજીના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગું છે, જેમને ત્રણ વર્ષ સુધી મને તપાસ ચાલુ રાખવા દીધી. હું ઇચ્છીશ કે ગૃહના તમામ સભ્યો મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપે.

વિદેશ મંત્રીના નિવેદન બાદ રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલાબ નબી આઝાદે જણાવ્યું, “આ પહેલા સરકારે આશ્વાશન આપ્યું હતું કે તમામ ભારતીયો જીવિત છે. જેથી આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.

શું છે હરજીત થિયરી ?

આજથી ચાર વર્ષ પહેલા ઈરાકના મોસુલ પર ISIS દ્વારા કરવામાં આવેલા કબ્જા બાદ જૂન, ૨૦૧૪માં ૩૯ ભારતીયો મજૂરોનું અપહરણ થવાની માહિતી સામે આવી હતી. આ વચ્ચે હરજીત સિંહ ISISના આતંકીઓના ચંગુલમાંથી નીકળવામાં સફળ રહી હતી. ભારત પરત ફર્યા બાદ હરજીત મસીહે દાવો કર્યો હતો કે, તમામ ૩૯ ભારતીય મજૂરોને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ઈરાકના મોસુલમાં ૨૦૧૪માં જે ૩૯ ભારતીય મજૂરોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૧ લોકો પંજાબના અમૃતસર, ગુરુદાસપુર, હોશયિયારપુર, કપૂરથલા અને જલંધરના હતા.