સુરત,
સુરતમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સરથાળા યોગી ચોક પાસે એક મંડપ સર્વિસનું ગોડાઉન આવેલું છે. જો કે આ ગોડાઉનમાં સ્પંજ રાખવામાં આવ્યુ હતું. શોર્ટસર્કિટના કારણે આ સ્પંજમાં આગ ભભૂકી ઉઠી હતી.

જો કે આ આગ ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ગોડાઉનમાં રાખવામાં આવેલો મંડપનો તમામ સામાન ભડભડ સળગી ઉઠ્યો હતો અને બળીને ખાક ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

મહત્વનું છે કે, આગ લાગવાની ઘટનામાં સદ્દનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.
