મહેસાણા,
અવારનવાર લોકો પોતાની માંગ સંતોષવા માટે આત્મવિલોપનની ચીમકી આપતા થઇ ગયા છે. ત્યારે વધુ એકવાર આત્મવિલોપનની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. મહેસાણાના પાલેજ ગામમાં પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હતી.
હવે એવું લાગે છે કે આત્મવિલોપનની ચીમકી આપવાનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે પરિવારના 7 સભ્યોએ આત્મવિલોપનની ચીમકી આપી હોવાથી એલસીબી ઓફિસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પરિવારે જમીનનો પ્રશ્ર્ન ઉકેલાતો ન હોવાથી આ ચીમકી આપી હતી. પાલેજ ગામના જીતેન્દ્ર અભેસિંહના પરિવારે આ ચીમકી આપી હતી. ત્યારે તાત્કાલિક મહેસાણા તાલુકા પોલીસે 6 લોકોની અટકાયત કરી હતી. જેમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. પરંતુ જીતેન્દ્રસિંહ અભેસિંહ હજુ ઝડપાયો નથી. આ મામલે પોલીસ દ્રારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
