Not Set/ દહેગામઃ ઝેરી ખોરાક ખાવાથી 30 ગાયોના મોત, માલધારી સમાજ પર આભ તૂટ્યું

દહેગામ, દહેગામ તાલુકાના હાલીસા ગામમાં  એકી સાથે 30 ગાયોના મોત થવાથી માલધારી સમાજના લોકો પર આભ ફાટી ગયું છે. આ ગાયોના મોત ઝેરી ખોરાક ખાવથી થયા હોવાનું માલૂમ પડ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના હાલીસા ગામની છે કે જ્યાં 30 જેટલી ગાયોએ ઝેરી ખોરાક ખાઇ લીધો હતો. જેથી ગાયોની તબીયત અતિગંભીર થઇ ગઇ હતી […]

Top Stories

દહેગામ,

દહેગામ તાલુકાના હાલીસા ગામમાં  એકી સાથે 30 ગાયોના મોત થવાથી માલધારી સમાજના લોકો પર આભ ફાટી ગયું છે. આ ગાયોના મોત ઝેરી ખોરાક ખાવથી થયા હોવાનું માલૂમ પડ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના હાલીસા ગામની છે કે જ્યાં 30 જેટલી ગાયોએ ઝેરી ખોરાક ખાઇ લીધો હતો.

જેથી ગાયોની તબીયત અતિગંભીર થઇ ગઇ હતી અને ત્યારબાદ આ ગાયોના મોત નિપજ્યા હતા. જો કે આ ઘટનાથી માલધારી સમાજમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ હાલીસા ગામે આવી પહોંચ્યા હતા. સાથે જ પશુના દવાખાનાની ટીમ પણ હલીસા પહોંચી હતી. એકીસાથે 30 ગાયોના મોત થવાને કારણે પશુ ડોકટરોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું.