દહેગામ તાલુકાના હાલીસા ગામમાં એકી સાથે 30 ગાયોના મોત થવાથી માલધારી સમાજના લોકો પર આભ ફાટી ગયું છે. આ ગાયોના મોત ઝેરી ખોરાક ખાવથી થયા હોવાનું માલૂમ પડ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના હાલીસા ગામની છે કે જ્યાં 30 જેટલી ગાયોએ ઝેરી ખોરાક ખાઇ લીધો હતો.
જેથી ગાયોની તબીયત અતિગંભીર થઇ ગઇ હતી અને ત્યારબાદ આ ગાયોના મોત નિપજ્યા હતા. જો કે આ ઘટનાથી માલધારી સમાજમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ હાલીસા ગામે આવી પહોંચ્યા હતા. સાથે જ પશુના દવાખાનાની ટીમ પણ હલીસા પહોંચી હતી. એકીસાથે 30 ગાયોના મોત થવાને કારણે પશુ ડોકટરોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું.
