Not Set/ છેલ્લા બે અઠવાડિયામાં દુનિયાના ૫૦૦ અમીરોની ૧૮૧ અબજ ડોલર સંપત્તિ થઇ સ્વાહા

દિલ્લી, દુનિયાના ટોચના ૫૦૦ સૌથી અમીર લોકો માટે છેલ્લા બે અઠવાડિયા જાણે નુકશાન કારક અને દુઃખદાયી સાબિત થઇ રહ્યા હોય તે જોવા મળી રહ્યું છે. બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન આ ૫૦૦ અમીરોની સંપત્તિમાં ૧૧,૭૬૭ અબજ રૂપિયા (૧૮૧ અબજ ડોલર)નો ઘટાડો થયો છે. અમીરોની સંપત્તિમાં થયેલા ઘટાડા માટે અમેરિકાના શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ એસએન્ડપી ૫૦૦, ડાઉન જોન્સ ઇન્ડસ્ટ્રીયલ […]

World

દિલ્લી,

દુનિયાના ટોચના ૫૦૦ સૌથી અમીર લોકો માટે છેલ્લા બે અઠવાડિયા જાણે નુકશાન કારક અને દુઃખદાયી સાબિત થઇ રહ્યા હોય તે જોવા મળી રહ્યું છે. બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન આ ૫૦૦ અમીરોની સંપત્તિમાં ૧૧,૭૬૭ અબજ રૂપિયા (૧૮૧ અબજ ડોલર)નો ઘટાડો થયો છે.

અમીરોની સંપત્તિમાં થયેલા ઘટાડા માટે અમેરિકાના શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ એસએન્ડપી ૫૦૦, ડાઉન જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં થયેલો મોટો ઘટાડો તેમજ સોશિયલ એપ ફેસબુકના ડેટા લીક મામલાને પણ માનવામાં આવી રહ્યું છે.

સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ૨૫ ટકા અને ૧૦ ટકા જેટલી ડ્યુટી લગાવવાના પ્રસ્તાવ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનુમતિ બાદ ટ્રેડ વોર શરુ થવાની આશંકાએ S&P અને ડાઉન જોન્સ છેલ્લા બે વર્ષના તળિયે પહોંચ્યા હતા. આ કારણે અમીરોની સંપત્તિમાં ૨૮,૩૪૫ અબજ રૂપિયા (૪૩૬ અબજ ડોલર)નું નુકશાન પહોંચ્યું છે.

જયારે આ સપ્તાહમાં માર્કેટમાં આવેલા ઘટાડાની મુખ્ય અસર ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ પર પડી હતી. ઝુકરબર્ગની સંપત્તિમાં ૧૦.૩ અબજ ડોલર (૬૭૦ અબજ ડોલર) રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આ કારણે ઝુકરબર્ગ બ્લૂમબર્ગની અબજોપતિની યાદીમાં ૩ અંક ઘટીને સાતમાં સ્થાન પર આવી ગયા છે.

માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં થયેલા ઘટાડા માટે ફેસબુકના ડેટા લીક મામલાને પણ માનવામાં આવી રહ્યું છે. લંડનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા ફેસબુકના ૫ કરોડ યુઝારોના ડેટા તેમની અનુમતિ વિના જ લીક કર્યા હતા. ત્યારબાદ આ મામલે દુનિયાના કેટલાક દેશોએ ફેસબુકના સીઈઓ સામે સવાલ ઉભા કર્યા હતા. જો કે આ ઝુકરબર્ગ દ્વારા પોતાની કંપનીની ભૂલ સ્વીકારી હતી પરંતુ આ ડેટા લીક થવાથી ફેસબુકના શેરોમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો.

માર્કેટમાં જોવા મળી રહેલા કોહરામની અસર લૈરી એલિસનની સંપત્તિ પર પણ પડ્યો હતો. એલિસનની સંપત્તિમાં ૭ અબજ ડોલર (૪૫૫ અબજ રૂપિયા)નું નુકશાન થયું હતું. આ ઉપરાંત બર્કશાયર હેથવેના વોરન બફેટ, ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેજોસ અને એલ્ફાબેટના લૈરી પેજની કુલ સંપત્તિમાં અંદાજે ૧૭ અબજ ડોલર (લગભગ ૧૧૦૫ અબજ રૂપિયા)નું નુકશાન પહોંચ્યું છે.

બ્લૂમબર્ગની અમીરોની યાદી મુજબ, છેલ્લા બે અઠવાડિયમાં થયેલા નુકશાનના કારણે દુનિયાના ટોચના ૫૦૦ અમીરોની કુલ સંપત્તિ ઘટીને ૫.૨ ટ્રિલિયન ડોલર એટલે કે ૩૩૮૦ અબજ રૂપિયા રહી ગઈ છે.