ચેન્નાઈ
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ચેન્નાઈના એરપોર્ટ પર ચા અને કોફીની કિંમતને લઈને ટ્વીટ કર્યું છે. જેમાં તેઓ ચા અને કોફીની કિંમતને લઈને નાખુશ હોય એવું લાગી રહ્યું છે. તેમણે લખ્યું છે કે કોફી અને ચાની કિંમત જોઇને હું ડરી ગયો છું.
At Chennai Airport Coffee Day I asked for tea. Offered hot water and tea bag, price Rs 135. Horrified, I declined. Was I right or wrong?
— P. Chidambaram (@PChidambaram_IN) March 25, 2018
ચિદમ્બરમએ લખ્યું છે કે અહિયાં મળતી એક ચાની કિંમત ૧૩૫ અને કોફીની કિંમત ૧૮૦ રૂપિયા સાંભળીને હું ડરી ગયો છું. પછી તેમણે લોકોને પ્રશ્ન પણ પૂછ્યો છે કે શું હું આઉટડેટ થઇ ગયો છુ ?
Coffee Rs 180. I asked who buys it? Answer was 'many'. Am I outdated?
— P. Chidambaram (@PChidambaram_IN) March 25, 2018
ચિદમ્બરમએ ચેન્નઈ એરપોર્ટ પર એક કપ ચા માંગી તો તેમણે કપમાં ગરમ પાણી અને એક ટી-બેગ આપ્યું અને આ ચાની કિંમત ૧૩૫ રૂપિયા જણાવી. ત્યારબાદ તેમણે ચા પીવાનું માંડી વાળ્યું. અને પૂછ્યું કે આ સાચું છે કે ખોટું ?
એટલું જ નહી પણ તેમણે ચા ના સ્ટોલ વાળાને પૂછ્યું કે આટલી મોંઘી ચા કોણ ખરીદે છે? વળતા ઉત્તરમાં દુકારદારએ કહ્યું કે ઘણા લોકો આટલી કિંમતમાં ચા પીવાવાળા પણ છે.
તમને જણાવી દઈએ કે પી. ચિદમ્બરનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ આ સમયે ઘણી કાનૂની કાર્યવાહીમાં સંપડાયેલો છે. હાલમાં જ આઈએનએક્સ મીડિયાના કેસમાં કીર્તિ ચિદમ્બરમને બેલ મળી ગઈ છે પરંતુ તે દેશ છોડીને ક્યાય બહાર નહિ જઈ શકે.
